Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સભા:સેવા જ્યોતિ યાત્રા નીકળી, PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

    22 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ પછી કોલેજથી મોતીપુરા સર્કલ સુધી સેવા જ્યોતિ યાત્રા નીકળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું વર્ચ્યુઅલ સંબોધન થયું. ઉપસ્થિત સૌએ દેશના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ લીધો. રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા. યાત્રામાં નાગરિકો, યુવાનો અને પ્રબુદ્ધજનો જોડાયા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી,અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, શામળાજી મંદિર ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જે.ડી. પટેલ સહિતના આગેવાનો અને નાગરિકો પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ નિમિત્તે શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલે હિંમતનગરમાં યુવાનોને 'chai વાલા swag' ના મગ આપીને તેમની સાથે જોડાણ કર્યું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 4 વર્ષમાં માત્ર 30 ટકા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર:વિજ બિલ વધુ આવવાના ડરથી 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકોએ આધુનિક મીટર લગાવવા દીધા
    Next Article
    અરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ, મંત્રીએ લાભો વહેંચ્યા:વડાપ્રધાન-રાષ્ટ્રીય અધ્યક્ષનું વર્ચ્યુઅલ સંબોધન, મોડાસામાં મશાલ રેલી નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment