Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ:સ્ટ્રોક સારવાર, એનર્જી સ્ટોરેજ પર 5 દેશોના 463 સંશોધકોનું મંથન

    2 days ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ એન્ડ ઈન્ટરડિસીપ્લિનરી સાયન્સિસ (DAIS) દ્વારા આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ ‘CISHTS-2026’નો ઇન્દુકાકા ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે પ્રારંભ થયો છે. આ પરિષદમાં અમેરિકા, સિંગાપોર, જાપાન અને ચેક રિપબ્લિક સહિત પાંચ દેશોના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આરોગ્ય, ટેકનોલોજી અને ટકાઉ વિકાસ માટે 'કન્વર્જન્ટ સાયન્સ' (વિવિધ વિજ્ઞાન શાખાઓનું સંકલન) ના મહત્વ પર ભાર મૂક્યો હતો. પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ પ્રો. ડો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, આધુનિક વૈજ્ઞાનિક સમસ્યાઓ કોઈ એક વિષય પૂરતી મર્યાદિત નથી. ડાયાબિટીસથી લઈને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારોના ઉકેલ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિજ્ઞાનો વચ્ચે સંકલન અનિવાર્ય છે. મુખ્ય અતિથિ ડૉ. દિવેશ શ્રીવાસ્તવે (CSIR) મોબાઈલ ટેકનોલોજીનું ઉદાહરણ આપીને 'કન્વર્જન્ટ સાયન્સ'ની ઉપયોગિતા સમજાવી. આ પરિષદમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેન્ટુકીના ડૉ. કીથ પેનીપેકરે 'સ્ટ્રોક' પર પોતાનું સંશોધન રજૂ કર્યું હતું, જે વિશ્વમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ છે. તેમણે મોલેક્યુલર સ્તરે સ્ટ્રોકની પદ્ધતિ સમજાવીને નવી સારવાર પદ્ધતિઓ વિકસાવવાની આશા વ્યક્ત કરી. ચેક રિપબ્લિકના ડૉ. જીરી સેર્વેન્કાએ ભવિષ્યમાં વીજળી સંગ્રહ કરવા માટે નેનોમટીરિયલ આધારિત અદ્યતન બેટરી ટેકનોલોજી પર પ્રકાશ પાડ્યો હતો, જે ઊર્જા સંગ્રહ ક્ષેત્રે નવા આયામો ખોલી શકે છે. આ પરિષદમાં કુલ 463 પ્રતિભાગીઓએ નોંધણી કરાવી હતી, જેમાં પ્રોફેસર્સ, ડૉક્ટર્સ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સત્રો દરમિયાન 241 પોસ્ટર પ્રેઝન્ટેશન અને 61 ઓરલ પ્રેઝન્ટેશન દ્વારા આધુનિક વિજ્ઞાનના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ મલ્ટી-ડિસિપ્લિનરી ઇવેન્ટને GSBTM (ગાંધીનગર), DBT (નવી દિલ્હી) અને ANRF જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ચેક રિટર્નની અદાવતે ખેડૂત પર હુમલો:ચાર શખસે હુમલો કર્યો, પોલીસ તપાસ શરૂ
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાઈ:15 થી વધુ વિદ્યાર્થિનીઓએ આત્મરક્ષાની તકનીકો શીખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment