Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ચેક રિટર્નની અદાવતે ખેડૂત પર હુમલો:ચાર શખસે હુમલો કર્યો, પોલીસ તપાસ શરૂ

    2 days ago

    બોટાદના હડદડ ગામે ચેક રિટર્નની ફરિયાદની અદાવત રાખી ચાર શખ્સોએ એક ખેડૂત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેડૂતને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાળીયાદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હડદડ ગામના 40 વર્ષીય મુકેશભાઈ જુગાભાઈ જમોડે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, બોટાદના હનુભાઈ ખોડાભાઈ ગાબુએ મુકેશભાઈને ફોન કરીને તેમની વિરુદ્ધ નોંધાવેલી ચેક રિટર્નની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ, હનુભાઈ અને તેમની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો બે મોટરસાયકલ પર મુકેશભાઈના ઘરે પહોંચ્યા હતા. તેઓએ ઘરની બહાર આવી હોબાળો મચાવ્યો હતો. જ્યારે મુકેશભાઈ બહાર આવ્યા, ત્યારે હનુભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મુકેશભાઈને ઈજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાળીયાદ પોલીસે આ બનાવ અંગે ચારેય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 351(2), 351(3), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં રોડ અકસ્માતમાં સુદાનના યુવકનું મોત:એક્ટિવા બેરિકેટ સાથે અથડાયું, ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ:સ્ટ્રોક સારવાર, એનર્જી સ્ટોરેજ પર 5 દેશોના 463 સંશોધકોનું મંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment