Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 દિવસમાં ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે, પારો 43°C વટાવશે:મતદાનના દિવસે માથું ફાડી નાખતી ગરમી પડશે, આજે 41.1°C સાથે અમરેલી સૌથી ગરમ શહેર

    1 day ago

    રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા બાદ આજે અમરેલી આગળ વધ્યું છે.મંગળવારે અમરેલી 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયું રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, આજે 41,1 ડિગ્રી સાથે અમરેલી સૌથી હોટ સિટી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતની ગરમીની તસવીરો… સુરતમાં બપોરે રસ્તાઓ સુમસામ, હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો મિજાજ આકરો બન્યો છે. આજે 21 એપ્રિલ, 2026ના રોજ સુરત શહેરમાં ભીષણ ગરમીનો અનુભવ થયો હતો, જેમાં મહત્તમ તાપમાન 37.5°C નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24.4°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 57% જેટલું ઊંચું રહેતા સુરતીઓએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણમાં પવનની ગતિ બિલકુલ શાંત (00 kmph) રહેતા અને હવાનું દબાણ 1008.9 hpa નોંધાતા બપોરના સમયે લૂ વાતી હોય તેવો અહેસાસ થયો હતો. ગરમીના કારણે બપોરે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાના સંકેત આપી રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન 43°ને પાર પહોંચવાની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તટિય વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે, આ દિવસે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આજે દેશના મોટા ભાગમાં હીટવેવ…. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4°C; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44°Cનો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કેરળમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 13નાં મોત:10 મૃતદેહો મળી આવ્યા, 3 લોકોના શરીરના અંગો વિખરાયેલા મળ્યા; 40 મજૂરો કામ કરી રહ્યા હતા
    Next Article
    દીકરીઓ પપ્પા માટે જીવનસાથી શોધવા આવી:અનુબંધ ફાઉન્ડેશનનું 95મું સંમેલન ભીલવાડામાં, ચિત્તોડગઢ ટૂર પણ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment