Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 13નાં મોત:10 મૃતદેહો મળી આવ્યા, 3 લોકોના શરીરના અંગો વિખરાયેલા મળ્યા; 40 મજૂરો કામ કરી રહ્યા હતા

    17 hours ago

    કેરળના ત્રિશૂર જિલ્લામાં મંગળવારે બપોરે 3.30 વાગ્યે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા. ફેક્ટરીમાં ઘણા લોકો દાઝી ગયા. ઘાયલોને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ અનુસાર, ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળ્યા, જ્યારે 3 લોકોના શરીરના અંગો મળી આવ્યા. દુર્ઘટના સમયે શેડમાં લગભગ 40 લોકો હાજર હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ વારંવાર વિસ્ફોટ થવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી. દુર્ઘટના પછીની તસવીરો… વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો રવિવારે તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં 15 લોકોના મોત થયા હતા તમિલનાડુના વિરુધુનગર ખાતે રવિવારે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 25 લોકોના જીવ ગયા હતા. તેમાંથી 20 લોકો એક જ ગામના હતા. મૃતકોમાં 22 મહિલાઓ અને 3 પુરુષો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. બ્લાસ્ટ કેમિકલ મિક્સ કરતા શેડમાં થયો હતો, જ્યાં લગભગ 40 મજૂરો કામ કરી રહ્યા હતા. નિયમો અનુસાર, એક શેડમાં વધુમાં વધુ 4 લોકો જ કામ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં હૈદરાબાદ-દિલ્હી વચ્ચે આજે જંગ:DC કેપ્ટન અક્ષરે ટૉસ જીતીને બોલિંગ લીધી; બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા
    Next Article
    5 દિવસમાં ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે, પારો 43°C વટાવશે:મતદાનના દિવસે માથું ફાડી નાખતી ગરમી પડશે, આજે 41.1°C સાથે અમરેલી સૌથી ગરમ શહેર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment