Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિપુરમાં હિંસા ભડકી, 5નાં મોત:ઉગ્રવાદીઓએ પોલીસ સ્ટેશન અને ઘરો સળગાવ્યા; આ વર્ષે બનેલી ઘટનાઓમાં 40થી વધુનાં મોત

    2 days ago

    મણિપુરના કામજોંગ અને ઉખરુલમાં શનિવારે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણોમાં એક મહિલા સહિત પાંચ લોકોનાં મોત થયા છે. જોકે પૂર્વ મુખ્યમંત્રી બીરેન સિંહનો દાવો છે કે 7 લોકો માર્યા ગયા છે, જ્યારે એક પોલીસ સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવ્યું છે. નાગા-બહુમતી ધરાવતા કામજોંગના કુકી-બહુમતી ધરાવતા ચસાડ ગામમાં 22 વર્ષના એક યુવક અને 42 વર્ષની એક મહિલાનું મોત થયું છે. મહિલાને ગોળી મારવામાં આવી હતી. હત્યા બાદ શુક્રવારની રાતથી કુકી અને નાગા સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો, જે શનિવારની સવાર સુધી ચાલુ રહ્યો. આ દરમિયાન 10 ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં મણિપુરમાં ફરી શરૂ થયેલી હિંસાની ઘટનાઓથી અત્યાર સુધીમાં આશરે 40 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હિંસાની ઘટનાઓ ઉખરુલ, કામજોંગ, કાંગપોકપી, તામેંગલોંગ અને નોની ઉપરાંત સેના­પતિના કેટલાક વિસ્તારોમાં બની છે. હુમલાખોરો મ્યાનમાર બોર્ડર તરફ ભાગી ગયા એક અલગ ઘટનામાં કમજોંગમાં મ્યાનમાર સરહદ પાસે આવેલી તાંગખુલ નાગા વસાહતના ‘નિંગચો’ ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓ ઘૂસી આવ્યા અને ગોળીબાર શરૂ કર્યો. ગોળી વાગવાથી બે લોકોનાં મોત થયાં, જેમની ઓળખ 35 વર્ષીય નગાચાંસો નિંગશેન અને 48 વર્ષીય લેશિશાન લેશડાંગ તરીકે થઈ છે. ઘટના બાદ સુરક્ષા દળો ગામમાં પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. ગ્રામજનોનો દાવો છે કે ગોળીબાર બાદ હુમલાખોરો મ્યાનમાર તરફ ભાગી ગયા. જિલ્લા વહીવટીતંત્રે વધુ હિંસા રોકવા માટે ચસાડ પોલીસ ગેટ જંક્શનના 400 મીટરના પરિઘમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 162 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લાગુ કર્યો છે. ફેબ્રુઆરીથી 10 ઓક્ટોબર સુધીની મુખ્ય ઘટનાઓ 7–11 ફેબ્રુઆરી: ઉખરુલમાં મામૂલી ઝઘડાથી હિંસા ફાટી નીકળી ઉખરુલ જિલ્લાના લિતાન વિસ્તારમાં 7 ફેબ્રુઆરીની રાત્રે બે તાંગખુલ નાગા અને બે કુકી યુવકો વચ્ચે ઝઘડો થયો. બીજા દિવસે એક કુકી પરિવારના ખાલી ઘરને આગ લગાવવામાં આવી. આરોપીઓને સોંપવાની માંગ બાદ તણાવ વધ્યો અને પથ્થરમારો તથા ગોળીબાર થયો. અનેક ઘરો સળગાવી દેવામાં આવ્યા અને વહીવટીતંત્રે કર્ફ્યૂ તથા ઇન્ટરનેટ પ્રતિબંધ જેવા પગલાં લીધાં. 24–25 એપ્રિલ: ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત ઉખરુલના સિનાકીથેલ અને મુલ્લમ ગામો પાસે બનેલી બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાના અહેવાલ છે. તેમાં તાંગખુલ નાગા સમુદાયનો એક વ્યક્તિ પણ સામેલ હતો. આ કારણે બંને સમુદાયો વચ્ચે તણાવ વધુ વધ્યો. 7–8 મે: ઉખરુલ અને કામજોંગના ગામો પર હુમલા અને આગચંપી ઉખરુલ અને કામજોંગ જિલ્લાઓમાં ગોળીબાર તથા આગચંપીની અનેક ઘટનાઓ બની. ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ભારત-મ્યાનમાર સરહદ નજીક તાંગખુલ નાગા સમુદાયનાં ત્રણ ગામોમાં 15 જેટલાં ઘરો પર હુમલા અને આગચંપીની માહિતી મળી. ઓગસ્ટના અંતમાં: 7 લોકોનાં મોત હ્યુમન રાઇટ્સ વૉચ અનુસાર, ઓગસ્ટના અંતિમ દિવસોમાં નાગા અને કુકી-જો સમુદાયો વચ્ચેની હિંસામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ સંઘર્ષમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં મૃત્યુ પામેલાઓની કુલ સંખ્યા 34 હોવાનું જણાવાયું હતું. સપ્ટેમ્બર: હિંસાનો વ્યાપ વધ્યો સપ્ટેમ્બરના અંત સુધીના અહેવાલોમાં નાગા–કુકી સંઘર્ષમાં 50થી વધુ મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હિંસાને કારણે બંને સમુદાયો વચ્ચે બદલો લેવાની કાર્યવાહીનો સિલસિલો અને સુરક્ષા વ્યવસ્થાનો પડકાર વધ્યો.
    Click here to Read More
    Previous Article
    માસ શૂટિંગથી થરથર્યું પેન્સિલવેનિયા, 9નાં મોત:ગર્ભવતી મહિલા અને માસૂમ બાળકો પર બેફામ ફાયરિંગ, લાશો ઢાળી હત્યારાએ ખુદને ગોળી મારી લીધી; આ વર્ષ 320થી વધુ મોત
    Next Article
    રાજકોટ નાગરિક બેંકના 74મા સ્થાપના દિવસે રક્તદાન શિબિર:સુરેન્દ્રનગર શાખામાં યોજાઈ, હોદ્દેદારો, કર્મચારીઓ અને ગ્રાહકો જોડાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment