Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પૂરના પાણી ઓસરતાં જ સફાઈ કામગીરી શરૂ:23 બંધ રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ, લિંબાયતમાં મેડિકલ કેમ્પ અને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં પણ SMCની મદદ

    9 hours ago

    સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે ઊભી થયેલી પૂર જેવી સ્થિતિ બાદ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોની સલામતી, આરોગ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપીને મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે રાહત, સફાઈ અને માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. બંધ થયેલા રસ્તાઓ પુનઃ શરૂ કરવામાં આવ્યા વરસાદ દરમિયાન સુરક્ષિત વાહનવ્યવહાર અને નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 24 જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. પાણી ઓસરતાં જ મહાનગરપાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા આ તમામ રસ્તાઓ પરથી કાદવ-કીચડ દૂર કરી, સફાઈ અભિયાન ચલાવીને અને જરૂરી રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરીને 23 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર કોઝવે સર્કલ નજીકનો એક જ રસ્તો બંધ છે, જ્યાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. ત્યાં પણ પાણી સંપૂર્ણપણે ઓસરી જતાં જ તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ અને મરામતની કામગીરી પૂરી કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે. શહેરના ખાસ કરીને પૂરની અસરથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારો જેવા કે ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી ગામ અને સણીયા ગામમાં વરસાદી પાણી વહ્યા બાદ રસ્તાઓ પર વિખરાયેલો કચરો અને કાદવ હટાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારોને વહેલી તકે સામાન્ય સ્થિતિમાં લાવવા માટે જેસીબી અને જેટીંગ મશીનો જેવા સાધનોનો ઉપયોગ કરીને માર્ગોને સુરક્ષિત અને અવરજવરલાયક બનાવવામાં આવ્યા છે, જેથી નાગરિકોને પોતાની દિનચર્યા શરૂ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્યની ટીમે ગ્રાઉન્ડ પર ઉતરી બીજી તરફ, લિંબાયત જેવા ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ મહાનગરપાલિકાની ટીમો દ્વારા વ્યાપક સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પૂર બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોવાથી, આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. લિંબાયતમાં ઠેર-ઠેર મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સ્થાનિક રહીશોના આરોગ્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને જરૂરી દવાઓ, ઉકાળા અને આરોગ્ય વિષયક સલાહ-સૂચનો પૂરા પાડવામાં આવી રહ્યા છે જેથી રોગચાળાને ફેલાતો અટકાવી શકાય. સુરત મહાનગરપાલિકાએ માત્ર પોતાના શહેર પૂરતી જ કામગીરી સીમિત ન રાખતા પડોશી જિલ્લા નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ માનવતા દાખવી મદદનો હાથ લંબાવ્યો છે. SMC ની વિશેષ ટીમો દ્વારા નવસારીમાં જઈને યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત આશરે 12 મેટ્રિક ટન જેટલા કચરાનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોમાં 1,050 કિલોગ્રામ જેટલી જંતુનાશક દવાનો છંટકાવ કરીને નાગરિકોના આરોગ્યની જાળવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તંત્રની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે જનજીવન ઝડપથી થાળે પડી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મફત ફાળવાયેલા પ્લોટ સમથળ કરવાની સહાય 5 ગણી વધી:પ્રતિ પ્લોટ હવે ₹ એક હજારના બદલે 5 હજાર મળશે, ખાડા-ટેકરાની પ્રતિ હેક્ટર જમીન માટે 2 લાખ, ગ્રામ્યના ઘરવિહોણા પરિવારોને લાભ
    Next Article
    હિંમતનગરનો હાથમતી વિયર 5 કલાકમાં ભરાયો:40 ક્યુસેક પાણી નદીમાં, મહેતાપુરા કોઝવે પર બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment