Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મફત ફાળવાયેલા પ્લોટ સમથળ કરવાની સહાય 5 ગણી વધી:પ્રતિ પ્લોટ હવે ₹ એક હજારના બદલે 5 હજાર મળશે, ખાડા-ટેકરાની પ્રતિ હેક્ટર જમીન માટે 2 લાખ, ગ્રામ્યના ઘરવિહોણા પરિવારોને લાભ

    8 घंटे पहले

    ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવિહોણા પરિવારોને પોતાનું પાકું ઘર બનાવવામાં વધુ સરળતા રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવતા લાભાર્થીઓને જમીન સમથળ અને વિકસિત કરવા મળતી સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હવે પ્લોટ દીઠ મળતી સહાય રૂપિયા એક હજારથી વધારી 5 હજાર કરવામાં આવી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમથળ કરવા પ્રતિ હેક્ટર મળતી સહાય રૂપિયા 50 હજારથી સીધી 2 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે પ્લૉટ સમથળ સહાયમાં પાંચ ગણો અને જમીન સમથળ સહાયમાં ચાર ગણો વધારો કરી રાજ્ય સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને નવી દિશા આપી છે. ખાડા-ટેકરાવાળી જમીન સમથળ કરવા પ્રતિ હેક્ટર 2 લાખ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના માટે ઘર’ના વિજનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કર્યો છે. જેનાથી ઘરવિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ખૂબ મોટો ફાયદો થશે. એટલે કે યોજના હેઠળ ફાળવાયેલા મફત પ્લૉટ દીઠ જમીન વિકાસ/સમતળ ખર્ચની સહાય રુપિયા એક હજારથી વધારીને 5 હજાર કરી છે. જ્યારે ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમથળ કરવા પ્રતિ હેક્ટર મળતી સહાય રુપિયા 50 હજારથી સીધી 2 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે. પરિવારોને જમીન વિકાસનો ખર્ચ ઘટશે, ઘર બનાવવું સરળ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં કાર્યરત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 17 જુલાઈ, 2026ના રોજ ઠરાવ કરી ગ્રામીણ ઘરવિહોણા લોકોને પોતાનું ઘર બાંધવાની સહાયમાં આ વધારો કરી તેમના માટે મકાન બાંધકામ વધુ સરળ બનાવ્યું છે.આ ઠરાવ દ્વારા લેવાયેલો નિર્ણય ખાસ કરી એવા ગામો માટે આશીર્વાદરૂપ બનશે કે જ્યાં રહેણાંક માટે ફાળવવામાં આવતી મફત પ્લોટ માટેની જમીન અસમથળ અથવા ખાડા-ટેકરાવાળી હોવાથી ઘર વિહોણા પરિવારોને મકાન બાંધવામાં મુશ્કેલીઓ પડતી હતી. હવે સરકારે વધારેલી સહાયના કારણે પરિવારોને જમીન વિકાસનો ખર્ચ ઘટશે અને લાભાર્થીઓ ઝડપથી પોતાનું પાકું ઘર બનાવી શકશે. 100 ચોરસવારના મફત રહેણાંક પ્લોટ આપવા સરકારની યોજના રાજ્ય સરકારે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા પરિવારોને 100 ચોરસ વારના મફત રહેણાંક પ્લૉટ ફાળવવાની યોજના અમલમાં મૂકી રહી છે. નવા સુધારા દ્વારા આ યોજનાને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થીઓને માત્ર પ્લૉટ જ નહીં પરંતુ મકાન બાંધવા યોગ્ય અને સમથળ જમીન પણ ઉપલબ્ધ થઈ શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગ્રામ્ય વિકાસ અને અંત્યોદય કેન્દ્રિત અભિગમને અનુરૂપ આ નિર્ણય માત્ર સહાયમાં વધારો નથી, પરંતુ ગ્રામ્ય જનતાના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણયથી ગામના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે, રહેણાંક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા પરિવારોનું પોતાના ઘરનું સપનું વધુ ઝડપથી સાકાર થશે.
    Click here to Read More
    Previous Article
    Dharmendra Pradhan के Resignation पर क्या बोले Prakash Raj? | CJP | Pralhad Joshi | Jantar Mantar
    Next Article
    સુરતમાં પૂરના પાણી ઓસરતાં જ સફાઈ કામગીરી શરૂ:23 બંધ રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ, લિંબાયતમાં મેડિકલ કેમ્પ અને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં પણ SMCની મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment