Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું મારી લાઈફ પૂરી કરું છું, આત્મહત્યા કરવા જાવ છું':મહેસાણા SP કચેરીના મેઈલ ID પર યુવકે મેઈલ કરતા દોડધામ મચી, પોલીસ લોકેશનના આધારે યુવક સુધી પહોંચી

    12 hours ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મણીપુરા ગામના એક યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ મહેસાણા એસ.પી. કચેરીના ઈમેઈલ આઈડી પર 'હું મારી લાઈફ પુરી કરું છું અને આત્મહત્યા કરવા જાઉં છું' તેવો મેસેજ મોકલ્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તરફથી વર્ધી મળતા જ વિજાપુર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ચૌહાણ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લોકેશનના આધારે યુવાન સુધી પોલીસ પહોંચી પોલીસે મેઈલ કરનાર મોબાઈલ નંબરના આધારે તપાસ કરી ટેકનિકલ લોકેશન મેળવતા ઈસમ મણીપુરા ગામનો યુવાન હોવાનું અને તે પોતાના ઘરે એકલો હોવાનું જણાયું હતું. લોકેશન મળતા જ વિજાપુર પોલીસની ટીમે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક મણીપુરા ગામે તેના ઘરે પહોંચી યુવકને શોધી કાઢ્યો હતો. પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કર્યું ત્યારબાદ તેના મિત્રને સાથે રાખી યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેને સમજાવીને આવું કોઈ આત્યંતિક પગલું ન ભરવા માટે સહાનુભૂતિપૂર્વક સમજાવવામાં આવ્યો હતો. તેમજ કોઈ પણ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું. વિજાપુર પોલીસની આ સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે એક કિંમતી જીવ બચી ગયો છે.જે બદલ પોલીસ ટીમની સરાહના થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરનો હાથમતી વિયર 5 કલાકમાં ભરાયો:40 ક્યુસેક પાણી નદીમાં, મહેતાપુરા કોઝવે પર બંદોબસ્ત
    Next Article
    જામનગરમાં કારગિલ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ:માજી સૈનિક મંડળ અને શહીદ પરિવારોએ પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment