Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 3% વધુ

    1 day ago

    રાજ્યમાં આગામી દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ રહેશે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ હવામાન વિભાગે આજે 12 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ વિપરીત છે. બંને વિસ્તારોમાં સામાન્ય કરતાં 21 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુવક જે ક્રેન ચલાવતો તેના પર 32મા માળે ફાંસો ખાધો:અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સવાર સુધી મૃતદેહ લટક્યો, બોડી નીચે ઉતારાઈ
    Next Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં 5 તાલુકામાં વરસાદી માહોલ:હિંમતનગરમાં પણ છૂટાછવાયા ઝાપટાં, 1થી 5 મીમી વરસાદ નોંધાયો, સરેરાશ 40.41% ચોમાસુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment