Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 24 કલાકમાં 5 તાલુકામાં વરસાદી માહોલ:હિંમતનગરમાં પણ છૂટાછવાયા ઝાપટાં, 1થી 5 મીમી વરસાદ નોંધાયો, સરેરાશ 40.41% ચોમાસુ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આઠમાંથી પાંચ તાલુકામાં 1 થી 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ 40.41 ટકા વરસાદ થયો છે. મધરાત બાદ પોશીનામાં અને વહેલી સવારે ખેડબ્રહ્મા તથા વિજયનગરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે સવારે હિંમતનગરમાં પણ છૂટાછવાયા ઝાપટાં જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ મુજબ, પોશીનામાં 5 મિમી, ખેડબ્રહ્મામાં 4 મિમી, વિજયનગરમાં 3 મિમી, પ્રાંતિજમાં 2 મિમી અને હિંમતનગરમાં 1 મિમી વરસાદ પડ્યો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં હિંમતનગર અને પ્રાંતિજમાં 1-1 મિમી વરસાદ નોંધાયો હતો. હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોવા છતાં વરસાદનું પ્રમાણ ઓછું છે. ગુહાઈ, હાથમતી, હરણાવ અને ખેડવા સહિતના જળાશયોમાં પાણીની આવક થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 3% વધુ
    Next Article
    વલસાડમાં તિરંગા યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં લોકો જોડાયા, દેશભક્તિનો માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment