Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાના દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ:ગારીયાધાર-પરવડી રોડ પરથી વૃદ્ધાને બેસાડીને લૂંટ કરી હતી, મહિલા સહિત 5 ઝડપાયા; 3.62 લાખનો મુદામાલ જપ્ત

    2 days ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગારીયાધાર-પરવડી રોડ પર આવેલ રતનવાવ ગામના પાટીયા પાસેથી ચોરાઉ સોનાના દાગીના સાથે એક મહિલા સહિત 5ની ધરપકડ કરી છે. ગતરોજ ગુનાખોરી ડામવા માટે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ સફળ કામગીરી કરી હતી. કારમાં વૃદ્ધ મહિલાઓને બેસાડી તેમના કાનમાંથી સોનાના દાગીના સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી આ ગેંગ પાસેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોનાના દાગીના સહિત 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે શંકાસ્પદ સ્વિફ્ટ કાર (નંબર GJ-05-JH-1720) રોકીને તપાસ કરતા તેમાં સુનિલ મનસુખભાઇ ચુડાસમા, અશ્વીન બાબુભાઇ સોલંકી, મનસુખ નાનજીભાઇ ચુડાસમા, એક મહિલા (તમામ રહે. રાજુલા, જી. અમરેલી) અને ઇશ્વર રમેશભાઇ વણોદીયા (રહે. મોટા લીલીયા, જી. અમરેલી) પાસે સોનાના દાગીના મળી આવ્યા હતા. આ દાગીનાના આધાર-બિલ કે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રૂ. 30,000ની કિંમતની 12.590 ગ્રામ સોનાની પોંખાની, રૂ.72,000ની કિંમતની 6.310 ગ્રામ સોનાની બુટી, રૂ. 10 હજારના બે મોબાઈલ ફોન અને રૂ.2.50 લાખની કિંમતની સ્વિફ્ટ કાર મળીને કુલ રૂ.3,62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વૃદ્ધાને કારમાં બેસાડીને સોનાના દાગીના કાઢી લીધા ગહન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ સાતેક દિવસ પહેલા ગારીયાધારના પરવડી ખાતેથી અને પાંચેક દિવસ પહેલા રાજસ્થાનથી એક-એક વૃદ્ધાને કારમાં બેસાડી તેમના કાનમાંથી સોનાના દાગીના કાઢી લૂંટ ચલાવી હતી. વધુમાં, પકડાયેલા આરોપીઓ પૈકી સુનિલ ચૌહાણ, અશ્વીન સોલંકી અને મનસુખ ચુડાસમા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. LCB દ્વારા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની તપાસ અર્થે તેમને ગારીયાધાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરનાં નચિકેતાએ માલાબાર કાયકિંગમાં ગોલ્ડ મેડલ જીત્યું, પરિવારજનો દ્વારા સ્વાગત:ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ ચેમ્પિયન બન્યા
    Next Article
    ઝમરાળામાં કાનૂની શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળે માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment