Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરનાં નચિકેતાએ માલાબાર કાયકિંગમાં ગોલ્ડ મેડલ જીત્યું, પરિવારજનો દ્વારા સ્વાગત:ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ ચેમ્પિયન બન્યા

    2 days ago

    જામનગરના નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે તેઓ ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ ચેમ્પિયન બન્યા છે. તેમની આ ઉપલબ્ધિથી જામનગર, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. આ સ્પર્ધા કેરળના કોઝિકોડ જિલ્લાની ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના તીવ્ર રેપિડ્સ પર યોજાય છે. તેમાં ભારત સહિત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા 10થી વધુ દેશોના કાયકરો ભાગ લે છે. નચિકેતાએ બોટર ક્રોસ અને ડાઉનરિવર રેસ જેવી પડકારજનક ઇવેન્ટ્સમાં પોતાની ઝડપ, સંતુલન અને તકનીકી કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર વર્ગ-2 તરીકે ફરજ બજાવે છે. સરકારી નોકરીની સાથે તેઓ સાહસિક રમતગમત ક્ષેત્રે સતત તાલીમ અને મહેનત કરતા રહ્યા છે. અગાઉ તેમણે સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. નચિકેતાની આ સિદ્ધિ ગુજરાતના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને વ્હાઇટ વોટર કાયકિંગ જેવી સાહસિક રમતોમાં યુવાનોને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, મિત્રવર્તુળ અને શહેરીજનો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો:વાહક જન્ય રોગ નિયંત્રણ માટે એક અઠવાડિયામાં 1.30 લાખથી વધુ ઘરોની સર્વેલન્સ, મેલેરિયા માટે લેવાયેલા 1572 લોહીના નમૂનાઓમાંથી એક પણ કેસ પોઝિટિવ નહીં
    Next Article
    સોનાના દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ:ગારીયાધાર-પરવડી રોડ પરથી વૃદ્ધાને બેસાડીને લૂંટ કરી હતી, મહિલા સહિત 5 ઝડપાયા; 3.62 લાખનો મુદામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment