Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં પાણીની 5 મોટર ચોરી કરનારા 3 ઝડપાયા:₹75,000ની મોટર અને 50,000ની બાઈક સહિત 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    સુરેન્દ્રનગર LCB એ ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી 1.25 લાખ રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે. તેમની પાસેથી 5 ઇલેક્ટ્રિક દેડકા મોટર અને એક બાઈક જપ્ત કરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) એ રેન્જના જિલ્લાઓમાં મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને ઉકેલવા માટે સૂચનાઓ આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ પણ આ માટે પરિણામ મળે તેવી કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB ના HC મનોજ ઝાલા અને HC દશરથ ઘાંઘરને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસે રોડ પરથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓના કબજામાંથી 5 ઇલેક્ટ્રિક દેડકા મોટર જેની કિંમત 75,000 રૂપિયા છે, અને 1 મોટરસાયકલ જેની કિંમત 50,000 રૂપિયા છે, એમ કુલ 1,25,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પકડાયેલા આરોપીઓમાં રાજેશ રમેશ નંદાસીયા, જયેશ ભરત લોલાડીયા અને નવઘણ દેવા સાવડીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ધોળીધાર, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગરના રહેવાસી છે. આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરીને તેમને આગળની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે. આ ગુનો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કામગીરી LCB PI બી.એચ.શીંગરખીયા, PSI આર.જે.ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ.રાયમા, HC મનોજ ઝાલા, HC દશરથ ઘાંઘર, PC પ્રતાપસિંહ રાઠોડ અને PC વિસાલ જોષી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના જુદા-જુદા વિસ્તારમાંથી આઈવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની 30 બેટરીની ચોરી:આઉટડોર યુનિટના લોક તોડી ચોરીને અંજામ આપતા શખ્સની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે 10 બેટરી કબ્જે કરી
    Next Article
    ભાવનગર જિલ્લામાં 7 PI-PSIની આંતરિક બદલી:લઠ્ઠાકાંડમાં LCB પીઆઇને સસ્પેન્ડ કરતાં તેમની ખાલી જગ્યાએ બોરતળાવના PIને ચાર્જ સોંપાયો, SP નિતેશ પાંડેયનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment