Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 હજારથી વધારે રહીશોને ભારે હેરાનગતિ:મુઠિયા ગામમાં 3 માસ પહેલાં બનેલા રસ્તા વચ્ચે GEBના થાંભલાથી અકસ્માતનો ભય

    3 days ago

    શહેરના રીંગરોડ નજીક આવેલા મુઠિયા ગામમાં જવાનો 700 મીટર જેટલો રોડ 3 મહિના પહેલા તંત્ર દ્વારા બનાવાયો હતો. પરંતુ રોડ પર જીઈબીના થાંભલા હટાવાની દિશામાં કોઈ કામગીરી કરવામાં જ આવી નથી. જેના કારણે રોડની વચ્ચોવચ થાંભલાના કારણે અવારનવાર રાતના સમયે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેના પગલે આસપાસની સોસાયટીના 5 હજારથી વધારે રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મોટી સમસ્યાથી લોકોને રાહત આપવા તંત્ર તાકિદે થાંભલા હટાવીને રસ્તો ખુલ્લો કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, હંસપુરા ડીમાર્ટની બાજુમાં પેટ્રોલ પંપને અડીને મુઠીયા ગામમાં જવાનો 700 મીટર જેટલો રોડ તો તંત્રે બનાવી દીધો છે. પરંતુ રસ્તા વચ્ચે જીઈબીના થાંભલા નીકળવાનું ભૂલી ગયા છે. ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઈટો લગાવી નથી જેના કારણે રાતે અંધારુ રહે છે. એટલે રોડની વચ્ચે જ મુકેલા થાંભલા રાતે અકસ્માતનું સૌથી મોટુ કારણ બની રહ્યા છે. ખાસ કરીને આ રોડ પર આવેલી વ્રજ રેસીડેન્સી, મુરલીધર હાઈટ્સ, વ્રજ ગેલેક્ષી ફલેટના મળીને કુલ એક હજારથી વધુ મકાનમાં રહેતા 5 હજારથી વધારે રહીશોને આ રોડથી અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એસએલબીસી રિપોર્ટ:ગુજરાતની બેન્કોએ 14 લાખ કરોડની ડિપોઝિટમાંથી 94% લોનમાં આપ્યા છે
    Next Article
    વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢી:બરડા અભયારણ્યમાં વન વિભાગે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ઝડપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment