Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસએલબીસી રિપોર્ટ:ગુજરાતની બેન્કોએ 14 લાખ કરોડની ડિપોઝિટમાંથી 94% લોનમાં આપ્યા છે

    3 दिन पहले

    સીડી રેશિયો એટલે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. બેન્કોમાં ગ્રાહકોએ રાખેલા રૂપિયા એટલે ડિપોઝિટ અને તેની સામે બેન્કોએ લોકોને આપેલી લોન એટલે ક્રેડિટ. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ મુજબ, જૂન 2026ની સ્થિતિએ ગુજરાતની બેન્કોએ 14.79 લાખ કરોડની ડિપોઝિટ સામે 94% એટલે કે 13.94 લાખ કરોડની લોન આપેલી છે. તાજેતરમાં એસબીઆઈએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાયુ છે કે સરકારી બેન્કોનો સીડી રેશિયો 76-80% અને ખાનગી માટે 65-70%થી વધે ત્યારે બેન્કોના નફામાં ઘટાડો થાય છે. એસએલબીસીના રિપોર્ટ મુજબ, રાજ્યમાં માથાદીઠ બેન્ક ડિપોઝિટ 2.44 લાખ રૂપિયા અને માથાદીઠ લોન 2.30 લાખ રૂપિયા છે. છેલ્લા 18 વર્ષમાં પહેલી વખત ગુજરાતની બેન્કોનો સરેરાશ સીડી રેશિયો 94% પાર ગયો છે. અમદાવાદની બેન્કોમાં સીડી રેશિયો 121% । અમદાવાદની બેન્કોમાં લોકોના 4.23 લાખ કરોડ રૂપિયા છે, તેની સામે બેન્કોએ 5.14 લાખ કરોડ રૂપિયા લોનમાં આપ્યા છે. કુલ 7 જિલ્લામાં સીડી રેશિયો 100%થી વધુ છે. મોરબીમાં 158%, વાવ-થરાદમાં 155%, બનાસકાંઠા-130%, સુરતમાં 127%, સાબરકાંઠા અને રાજકોટમાં પણ ડિપોઝિટ સામે લોન 100%થી વધુ છે. 30 હજાર કરોડની લોન NPA । રિપોર્ટ મુજબ, રાજ્યમાં હજુ 30,644 કરોડની લોન નોન પરફોર્મિંગ એસેટ(એનપીએ) છે. એટલે કે આ રૂપિયાની રિકવરી થઈ નથી. તેમાં એમએસએમઈ ક્ષેત્રની 8890 કરોડ રૂપિયાની લોન સૌથી વધુ છે. ખેતી ક્ષેત્રની લોન 7,195 કરોડની લોન એનપીએ થઈ છે. નોન પ્રાયોરિટી સેક્ટરની 12,845 કરોડ લોન એનપીએ છે. 5 વર્ષમાં સીડી રેશિયો 15% વધ્યો (દર વર્ષે જૂન મહિના આંકડા) ખાનગી બેન્કોના ડિપોઝિટ કરતાં પણ 30% વધુ લોનમાં ગુજરાતમાં સરકારી બેન્કોએ 8.05 લાખ કરોડમાંથી 5.76 લાખ કરોડની લોન આપી છે, એટલે કે સીડી રેશિયો 72% છે. જ્યારે ખાનગી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કોનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 130% છે. બેન્કો વધુ રૂપિયા ક્યાંથી લાવે છે, સીડી રેશિયો વધે તો શું થાય? ખાનગી બેન્કોમાં ગ્રાહકે રાખેલા કુલ રૂપિયા કરતાં પણ વધુ લોન સ્વરૂપે આપે છે. તેઓ આ વધારાના રૂપિયા અન્ય બેન્કો પાસેથી, બોન્ડ ઇશ્યૂ કરીને બજારમાંથી મેળવે છે. તેથી સીડી રેશિયો વધે છે અને રોકડની અછત સર્જાઇ શકે છે.
    Click here to Read More
    Previous Article
    વિવાદ:સિવિલમાં 70 કરોડનું ટર્નઓવર હશે તો જ સિક્યોરિટીનું ટેન્ડર મળશે, 5 ગણો વધારો
    Next Article
    5 હજારથી વધારે રહીશોને ભારે હેરાનગતિ:મુઠિયા ગામમાં 3 માસ પહેલાં બનેલા રસ્તા વચ્ચે GEBના થાંભલાથી અકસ્માતનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment