Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં બાળકને મારવાની ના પાડવાની અદાવતમાં ખૂની ખેલ:5 દિવસ જૂની તકરારમાં ઘરમાં ઘૂસી તલવાર-ચાકુ મારી યુવકની હત્યા, પરિવાર પર હુમલામાં 3 ઈજાગ્રસ્ત; સગીર સહિત 5 ઝડપાયા

    1 day ago

    સુરત શહેરમાં સામાન્ય બોલાચાલી અને જૂની અદાવત લોહિયાળ હત્યાકાંડમાં પરિણમી છે. મોહમ્મદ રુસ્તમ સૈયદના સંબંધીના નાના દીકરાને 4-5 દિવસ અગાઉ આરોપી શોભાન ઇસરાઇલ શાહે માર માર્યો હતો. આ બાબતે મૃતકના ભાઈ સમીરે શોભાનને ટોકતાં કહ્યું હતું કે, 'આ નાનું બાળક છે, તું કેમ તેને મારે છે' આ સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ વખતે સ્થાનિક લોકોએ મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આરોપીઓએ આ વાતનું મનદુઃખ અને અદાવત રાખી ઘાતકી પ્લાન ઘડી કાઢ્યો હતો. પિતા મોહમ્મદ રુસ્તમના 9 સંતાનો (8 દીકરા અને 1 દીકરી) પૈકીના સલમાન સૈયદને આ અદાવતનો ભોગ બનવું પડ્યું છે. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત છે. મોડી રાત્રે ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા 20 ઓગસ્ટની મોડી રાત્રે આશરે 11:45થી 12 વાગ્યાની આસપાસ આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું રચી તલવાર અને ચાકુ સહિતના ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. પ્લાસ્ટિકના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા મોહમ્મદ રુસ્તમના ઘર અને દુકાન પર હુમલાખોરોએ અચાનક હુમલો કરી દીધો હતો. હુમલા સમયે ઘરમાં હાજર 35 વર્ષીય પુત્ર સલમાન મોહમ્મદ રુસ્તમ સૈયદ પર આરોપીઓએ આડેધડ ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. સલમાનના ત્રણ ભાઈ પણ ઈજાગ્રસ્ત હુમલા દરમિયાન સલમાનને બચાવવા વચ્ચે પડેલા તેના અન્ય ભાઈઓ સરફરાઝ, ઝાકીર અને સમીર પર પણ હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ત્રણેય ભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. સામસામે આ અથડામણમાં હુમલાખોર પક્ષના પણ 2 શખસને પણ ઈજા પહોંચી હતી, જેમાં આરોપી શબ્બીર મોઈસ શેખને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સગીર સહિત તમામ 5 આરોપી પોલીસ સકંજામાં ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ હત્યાકાંડમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી શોભાન ઇસરાઇલ શાહ, શબ્બીર મોઈસ શેખ, મોબીન ઉર્ફે ભુરો મુઈસ શેખ, સમીર ગફ્ફાર શેખ તેમજ 1 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર (કિશોર) સહિત 5 આરોપીઓને સકંજામાં લીધા છે. ઈજાગ્રસ્ત શોભાન અને શબ્બીર શેખ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી ત્યાં પોલીસ બંદોબસ્ત છે, જ્યારે બાકીના આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પીડિત પરિવારે કડક ન્યાયની માંગ કરી મૃતક સલમાન સૈયદ પોતાના પિતા સાથે પ્લાસ્ટિક ભંગારના કામમાં મદદ કરતો હતો. તેના મોતથી 9 ભાઈ-બહેન અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકના પિતા મોહમ્મદ રુસ્તમ સૈયદે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, તેમના નિર્દોષ દીકરાને વિના વાંકે રહેંસી નાખવામાં આવ્યો છે અને 3 નાના બાળક નોંધારા બન્યા છે. પરિવારે હત્યારાઓ સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરી તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હાવર્ડમાં મોરારી બાપુએ ઉજવી તુલસી જયંતિ:અમેરિકામાં પ્રથમવાર તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી એવોર્ડ્સ એનાયત કરાયા
    Next Article
    બોટાદના પાળીયાદમાં ભાજપનું સમરસતા સંકલ્પ અભિયાન:સંત રોહિદાસ જયંતિ નિમિત્તે કળશ પૂજન, અનેક લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment