Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના પાળીયાદમાં ભાજપનું સમરસતા સંકલ્પ અભિયાન:સંત રોહિદાસ જયંતિ નિમિત્તે કળશ પૂજન, અનેક લોકો જોડાયા

    1 day ago

    બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં સંત શિરોમણી રોહિદાસ ભગવાનની ૬૫૦મી જયંતિ વર્ષ નિમિત્તે ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પાળીયાદના ભદ્રાવડી રોડ પર આવેલા ભોળાનાથ મંદિર ખાતે માટી કલશ પૂજન સાથે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાળીયાદ બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજી સોલંકી, ગ્રામ પંચાયતના સરપંચ વિજય ખાચર, પૂર્વ પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય ભરત ખટાણા અને જિલ્લા કારોબારી સભ્ય દેવકુ ખાચર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા ભાજપના હોદ્દેદારો, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સદસ્યો, બક્ષીપંચ મોરચા, યુવા મોરચા અને મીડિયા સેલના હોદ્દેદારો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સંત રોહિદાસ ભગવાનની ૬૫૦મી જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા અને એકતાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં બાળકને મારવાની ના પાડવાની અદાવતમાં ખૂની ખેલ:5 દિવસ જૂની તકરારમાં ઘરમાં ઘૂસી તલવાર-ચાકુ મારી યુવકની હત્યા, પરિવાર પર હુમલામાં 3 ઈજાગ્રસ્ત; સગીર સહિત 5 ઝડપાયા
    Next Article
    વાલિયામાં બાઈક પર સ્ટંટ કરનાર યુવક ઝડપાયો:અગાઉ ડિટેઈન થયેલી બાઈક પર ફરી જોખમી સ્ટંટ કર્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment