Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 18 મોમેન્ટ્સ:કોલકાતામાં BJP ઓફિસ પર માછલી-ભાત અને ઝાલમુરીની પાર્ટી, ચેન્નઈમાં વિજયના પરિવારનો ડાન્સ વાઈરલ

    20 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોલકાતામાં સવારથી TMC ઓફિસ પર સન્નાટો છવાયેલો છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બનવાનું શરૂ થઈ ગયું છે. બેન્ડ-બાજા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ચેન્નાઈમાં DMK ઓફિસમાં ઉત્સવનો માહોલ હતો, પરંતુ હવે તંબુઓ સમેટવાં આવ્યા છે. રૂઝાનથી લઈને જીત સુધી: કાઉન્ટિંગ-ડેની 18 મોમેન્ટ્સ… 1. ભાજપના કાર્યકરોને માછલી-ભાત પીરસવામાં આવ્યા કોલકાતામાં ભાજપની જીતની ઉજવણી કરવા માટે, પાર્ટી કાર્યાલયમાં પાર્ટી કાર્યકરોને માછલી અને ભાત પીરસવામાં આવ્યા હતા. બપોરના ભોજન દરમિયાન લોકોની લાંબી કતારો ખાવા માટે રાહ જોતી જોવા મળી હતી. 2. કોલકાતામાં BJP કાર્યાલયમાં ઝાલમુરીનું વિતરણ કરવામાં આવ્યું પશ્ચિમ બંગાળના કોલકાતામાં, પાર્ટીના કાર્યકરોએ ભાજપ કાર્યાલયમાં ઝાલમુરીનું વિતરણ કરીને ઉજવણી કરી. વલણો અનુસાર, ભાજપે બહુમતીના આંકડાને પાર કરી દીધો છે. પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવાની તૈયારી છે. 3. કોલકાતામાં TMC ઓફિસ પર સન્નાટો પશ્ચિમ બંગાળમાં મતગણતરી વચ્ચે કોલકાતામાં TMC ઓફિસની બહાર સન્નાટો છવાયેલો છે. અહીં સવારના સમયે કોઈ હલચલ જોવા મળી ન હતી. જ્યારે ભાજપ કાર્યાલય પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સાંસદ સંજય જયસ્વાલ સહિત અનેક નેતાઓ પહોંચ્યા છે. 4. વિજયના પરિવારે ડાન્સ કર્યો, સીટી વગાડી ઉજવણી કરી તમિલનાડુના ચેન્નઈમાં, TVK પાર્ટીના પ્રમુખ વિજયના પરિવારે તેમના નિવાસસ્થાને સીટીઓ વગાડીને ઉજવણી કરી. તેમની પાર્ટી રાજ્યમાં લીડ જાળવી રહી છે. પહેલી વાર ચૂંટણી લડી રહેલી TVK હાલમાં 234 માંથી 104 બેઠકો પર આગળ છે. 5. TVK સમર્થક ઘૂંટણ પર ચાલીને આનંદ વ્યક્ત કર્યો TVKના પ્રભાવશાળી પ્રદર્શન વચ્ચે, ગ્લોરી નામની એક સમર્થક, આ પ્રસંગની ઉજવણી કરતી વખતે, ચેન્નઈના ઈસ્ટ કોસ્ટ રોડથી ઘૂંટણિયે રસ્તે ચાલીને TVKના મુખ્યાલય પહોંચી. બંને સ્થાનો વચ્ચેનું અંતર આશરે 2થી 3 કિલોમીટર છે. 6. ભાજપના કાર્યકરોએ ભગવા ગુલાલથી ઉજવણી કરી બંગાળના ભવાનીપુરમાં, ભાજપના કાર્યકરોએ ભગવા ગુલાલ ઉડાડી ખૂબ જ ઉત્સાહથી હોળી જેવી ઉજવણી કરી. ભવાનીપુરથી મમતા બેનર્જી સામે ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં બંને વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 7. બંગાળમાં TMC નેતા પર હુમલો; શર્ટ ફાડી નાખવામાં આવ્યો પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના દિનહાટા ટાઉન બ્લોકના TMC પ્રમુખ બિશુ ધર પર મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આ હુમલો ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. 8. ભાજપ હેડક્વાર્ટર પર જલેબી બની દિલ્હી સ્થિત BJP હેડક્વાર્ટર ખાતે મતગણતરી શરૂ થતાં જ ઉજવણીની તૈયારીઓ દેખાવા લાગી. અહીં કાર્યકરોએ જલેબી બનાવવાનું શરૂ કરી દીધું. 9. DMK કાર્યાલયમાંથી તંબુ હટાવ્યા ચેન્નઈમાં DMK પાર્ટીના મુખ્યાલય અન્ના અરિવલયમ ખાતે તંબુ સમેટી લેવામાં આવ્યા છે, કારણ કે વલણો દર્શાવે છે કે પાર્ટી ત્રીજા સ્થાને પાછળ છે. શરૂઆતના વલણોમાં, TVK - નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવી છે. 10. દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે બેન્ડ-બાજા સાથે ઉજવણી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવણી ચાલી રહી છે. એક બેન્ડ પરિસરમાં આવી ગયું છે. પીએમ મોદી સાંજે 7 વાગ્યે અહીં આવવાના છે. પાર્ટીના કાર્યકરોને સાંજે 5 વાગ્યા સુધીમાં ભેગા થવાનું કહેવામાં આવ્યું છે. 11. આસામમાં મહિલાઓએ ડાન્સ કર્યો આસામમાં, મહિલાઓ પરંપરાગત મેખલા સાડી પહેરીને ભાજપ કાર્યાલયની બહાર પહોંચી અને ડાન્સ રજૂ કર્યું. લોકોએ ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા અને ભાજપને સમર્થન આપ્યું. 12. સિલીગુડીમાં ભાજપના કાર્યકરોએ ગુલાલ લગાવીને ઉજવણી કરી બંગાળના સિલિગુડીમાં ભાજપ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. અહીં, કાર્યકરોએ એકબીજા પર ભગવા રંગનો ગુલાલ લગાવ્યો અને પાર્ટીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. 13. કેરળમાં કોંગ્રેસની જીતની ઉજવણી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. કેરળમાં, કોંગ્રેસ સમર્થિત UDF ગઠબંધન શરૂઆતના વલણોમાં આગળ છે. 14. તિરુવનંતપુરમમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર કેક કાપવામાં આવી કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, રાજ્ય પ્રમુખ સની જોસેફ, વિપક્ષના નેતા વી.ડી. સતીસન અને સાંસદ શશી થરૂર અને કે. સુરેશ હાજર રહ્યા હતા. 15. ગૌરવ ગોગોઈ પોતાની બેઠક પર હાર્યા આસામ વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને જોરહાટના ઉમેદવાર ગૌરવ ગોગોઈ તેમના મતવિસ્તારમાં હાર્યા. ગણતરી પ્રક્રિયા દરમિયાન તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. 16. આસામ ભાજપ કાર્યાલય ખાતે ભજન-કીર્તન આસામમાં ભાજપ સરકાર સત્તામાં પાછા ફરવા માટે તૈયાર છે. ચાલી રહેલી મતગણતરી વચ્ચે, ગુવાહાટીમાં ભાજપ કાર્યાલયમાં ભજન અને કીર્તન સાથે વિજયની ઉજવણી ચાલી રહી છે. રાજ્યની કુલ 126 બેઠકોમાંથી, પાર્ટી 79 બેઠકો પર આગળ છે- જે બહુમતીથી ઘણી વધારે છે. 17. મનોજ તિવારીએ રસગુલ્લા થીમવાળી કેક કાપી બંગાળમાં ભાજપે બહુમતીના આંકડાને પાર કર્યા પછી, પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ઉજવણી કરી. તેમણે ખાસ રસગુલ્લા થીમ આધારિત કેક કાપીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘણા એવા દ્રશ્યો જોવા મળ્યા, જે ચર્ચામાં રહ્યા. પીએમ મોદીએ બંગાળમાં ઝાલમુડી ખાધી, તો રાહુલ ગાંધી કેરળમાં સાયકલ પર ફર્યા. મમતાએ શાકભાજી ખરીદી તો મોદીએ હોડી ચલાવનારને ગળે લગાવી લીધો. 18. TVK ચીફના નિવાસસ્થાને સુરક્ષામાં વધારો TVKના પ્રમુખ વિજયના નિવાસસ્થાનની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. વલણોમાં પાર્ટીના મજબૂત પ્રદર્શનને પગલે, મોટી સંખ્યામાં સમર્થકો વિજયના ઘરની બહાર એકઠા થવા લાગ્યા, જેના કારણે પોલીસે વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા. ચૂંટણી પ્રચારના 51 દિવસો, 8 મોમેન્ટ્સ
    Click here to Read More
    Previous Article
    ભવાનીપુરમાં મમતા 3000 વોટથી આગળ, સુવેન્દુ પાછળ:ભાજપ 200થી વધુ બેઠકો પર આગળ; કોંગ્રેસને એક બેઠક મળી
    Next Article
    બંગાળ-આસામ, પુડુચેરીમાં ભાજપની જીત પર દિલ્હીમાં જશ્ન:અમિત શાહ, નિતીન નબીન પાર્ટી મુખ્યાલય પહોંચ્યા, થોડીવારમાં PM મોદી સંબોધન કરશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment