Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણી મહિલા 5 મોબાઈલ સેરવી ગઈ:રાજકોટમાં અવારનવાર ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, પોલીસ ચોપડે 16 ગૂનાનો ક્રિમીનલ રેકોર્ડ

    11 hours ago

    રાજકોટમાં અવારનવાર ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો જેની સામે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 16 ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય બનાવમાં શહેરના નામાંકિત મેહુલ ટેલિકોમ, પૂજારા અને ઉમિયા મોબાઈલની દુકાનમાંથી અજાણી મહિલા 5 મોબાઈલ ચોરી જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલાને ઝડપી લેવા સીસીટીવીની ચકાસણી સહિતની તપાસ શરૂ કરી છે. ચોરીની ટેવ ધરાવતા રીઢા તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો રાજકોટમાં 2 ચોરાઉ બાઈક સાથે રીઢા તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના ગંજીવાડામાં રહેતા અને મજૂરી કામ કરતા 39 વર્ષીય હનીફશા ઈબ્રાહીમશા શાહમદારને થોરાળા પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેર થોરાળા પોલીસ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ શખ્સ સામે પોલીસે આ શખ્સ પાસેથી રૂ.25,000 ની કિંમતના 2 બાઇક કબ્જે કર્યા છે. આ શખ્સ સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 16 ગુના નોંધાઈ ચૂક્યા છે. મેહુલ ટેલિકોમ, પૂજારા, ઉમિયામાંથી અજાણી મહિલા 5 મોબાઈલ ચોરી ગઈ શહેરમાં ગત તા.3 સપ્ટેમ્બરના રાત્રિના એસ્ટ્રોન ચોક પાસે આવેલા મેહુલ ટેલિકોમમાં અજાણી મહિલા મોબાઈલ લેવાના બહાને પ્રવેશી હતી અને રૂ.42,964 ની કિંમતના 3 મોબાઈલ ચોરી લીધા હતા. જે બાદ તે મહિલા પૂજારા અને ઉમિયા મોબાઇલમાંથી એક - એક મોબાઈલ ચોરી ફરાર થઈ ગઈ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધાનો ગળાફાંસો ખાઈ આપઘાત શહેરના હરિઘવા માર્ગ પર સુભાષનગરમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા સરોજબેન સાગરદાસ ટીલાવત આજે 27 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે જાણ થતા 108 એમ્બ્યુલસ ત્યાં પહોંચી ગઈ હતી અને વૃધ્ધાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતી ગેંગનો આરોપી પકડાયો શહેરમાં એલ્યુમિનિયમ ફ્લેટની ચોરી કરતી ગેંગના આરોપીને LCB ઝોન- 2 એ ઝડપી પાડ્યો છે. શહેરના અવધના ઢાળ પાસે રહેતા અને મજૂરી કામ કરતા 24 વર્ષીય રાવત ઉર્ફે રાવતુ રણછોડ માથાસુરીયાને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ સામે રાજકોટ અને મોરબીમાં 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. મૂળ સુરેન્દ્રનગરના સુરજદેવળ ગામના શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ઘરેલુ હિંસાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો રાજકોટમાં ઘરેલું હિંસાના કેસમાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેલું હિંસાના કેસમાં આરોપી જય નીતિન કીકડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તે આરોપી પેરોલ જમ્પ પર ફરાર થઈ ગયો હતો. આ આરોપી મુન્દ્રાના કચ્છ ખાતે હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ત્યાં રેડ પાડી તેની ધરપકડ કરવામાં આવી છે. કૃષ્ણનગરમાં કારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો શહેરના કૃષ્ણનગર શેરી નંબર 10માં રુદ્રાક્ષ કોમ્પલેક્ષની સામેના રોડ ઉપર કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે રાજકોટ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને મોરબીના 49 વર્ષીય વિનય રમેશ મહેતાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 4,42,451 રુપિયાનો દારૂનો જથ્થો અને 4 લાખની કાર કબ્જે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લિંબાયત મીઠીખાડીમાં હોટ ફિક્સના કચરામાં આગ ભભૂકી:5 કિમી દૂરથી કાળા ડીબાંગ ધુમાડાના ગોટે ગોટા, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
    Next Article
    પોશ વિસ્તારોમાંથી બાઇક ચોરતી NRI પુત્રોની ટોળકી ઝડપાઈ:નંબર પ્લેટ હટાવી મોજશોખ ખાતર કરતાં ચોરી, 8 વાહનો રિકવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment