Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશ વિસ્તારોમાંથી બાઇક ચોરતી NRI પુત્રોની ટોળકી ઝડપાઈ:નંબર પ્લેટ હટાવી મોજશોખ ખાતર કરતાં ચોરી, 8 વાહનો રિકવર

    10 hours ago

    અમદાવાદના પશ્ચિમ અને પોશ વિસ્તારોમાં સતત વધી રહેલી વાહનચોરીના બનાવોનો બોડકદેવ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમી અને સીસીટીવી સર્વેલન્સના આધારે અમેરિકા સ્થિત એનઆરઆઈ દંપતીના બે સગા પુત્રો સહિત ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી વિવિધ વિસ્તારોમાંથી ચોરી થયેલા તમામ 8 મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોઈ આર્થિક તંગીના કારણે નહીં, પરંતુ માત્ર મોજશોખ અને રખડપટ્ટી કરવા માટે જ વાહનો ચોરતા હતા. બાવળા અને કલોલના આરોપીઓ સકંજામાં એસ.જી. હાઇવે નજીક ઓવરબ્રિજ નીચે પાર્ક થયેલા વાહનો ચોરાવાની ફરિયાદો મળ્યા બાદ બોડકદેવ પોલીસની સર્વેલન્સ ટીમે આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે બાવળા અને કલોલ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં પાર્થ ઉર્ફે 'રાવણ' નિલેશકુમાર પટેલ, તેનો સગો ભાઈ વામન નિલેશકુમાર પટેલ તેમજ તેમનો સાથીદાર પાર્થ ઉર્ફે 'પી.એ.' પરમાર શામેલ છે. અમદાવાદ-ગાંધીનગરના 6 પોલીસ મથક વિસ્તારોમાંથી 8 બાઇક ચોર્યાં પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સોલા, ચાંગોદર તેમજ ગાંધીનગરના વિસ્તારોમાંથી છેલ્લા 6 થી 7 મહિના દરમિયાન કુલ 8 વાહનોની ચોરી કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે બે સગા ભાઈ પાર્થ અને વામનના માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયેલા છે અને તેઓ અહીં સ્વચ્છંદી જીવન જીવી રહ્યા હતા. લોક વગરના વાહનો ટાર્ગેટ કરી નંબર પ્લેટ કાઢી નાખતા આરોપીઓ મુખ્યત્વે જાહેર પાર્કિંગ અને બ્રિજ નીચે પાર્ક કરેલા એવા વાહનોને નિશાન બનાવતા હતા જેમના સ્ટીયરિંગ કે હેન્ડલ લોક ખુલ્લા રહી ગયા હોય. વાહનની ચોરી કર્યા બાદ પોલીસ અને સીસીટીવી કેમેરાની પકડથી બચવા માટે તેઓ તરત જ આગળ-પાછળની નંબર પ્લેટો કાઢી નાખતા હતા. ત્યારબાદ દિવસ-રાત આ વાહનો પર ફરીને મોજશોખ પૂરા કરતા હતા. હાલ બોડકદેવ પોલીસે તમામ 8 ચોરીના વાહનો જપ્ત કરી આ ત્રિપુટીએ અન્ય કોઈ વાહનોની ચોરી કરી છે કે કેમ તે દિશામાં વધુ રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અજાણી મહિલા 5 મોબાઈલ સેરવી ગઈ:રાજકોટમાં અવારનવાર ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, પોલીસ ચોપડે 16 ગૂનાનો ક્રિમીનલ રેકોર્ડ
    Next Article
    નેત્રા મફતનગર આંગણવાડીમાં ‘આંગણ ઉત્સવ’નું આયોજન:બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment