Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજમાં પ્રેમસંબંધની અદાવતમાં યુવકનું અપહરણ કરી પાઇપથી હુમલો:હુમલાખોરોએ યુવકના બંને હાથ ભાંગી નાખ્યા; 5 શખસો સામે ગુનો નોંધાયો

    1 day ago

    પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમસંબંધની અદાવતમાં એક યુવકનું દુકાનમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ લોખંડના પાઇપ વડે તેને આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ ઘટનાની વિગત મુજબ, નવામાંકા ગામનો 21 વર્ષીય સચિનજી આત્મારામજી ઠાકોર હારીજમાં આવેલી વિરાટ મસાલા નામની દુકાનમાં કામ કરે છે. સચિનજીને ગામની જ એક યુવતી સાથે લગભગ એક વર્ષથી પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ યુવતીના પિતા છનાજીને થતાં તેમણે બે મહિના પહેલા યુવકને ફોન પર ધમકી આપી હતી. યુવક તેની દુકાને હતો ત્યારે સફેદ રંગની સ્વિફ્ટ કારમાં છનાજી નટાજી ઠાકોર, ભરતજી નટાજી ઠાકોર, નરેશજી ઠાકોર અને અન્ય બે અજાણ્યા લોકો ત્યાં આવ્યા હતા. આ પાંચેય લોકોએ દુકાનમાં હાજર અન્ય લોકો સામે સચિનજીને ગાળો આપી. પછી તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું. ચાલુ ગાડીએ માર મારતા આરોપીઓ તેને એકલવા-માત્રોટા રોડ પર લઈ ગયા. ત્યાં ગાડીમાંથી નીચે ઉતારીને પાંચેય લોકોએ લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો. આ હુમલામાં સચિનજીના બંને હાથમાં ફ્રેક્ચર થયું અને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ. યુવક બેભાન થઈ જતાં તેને નવામાંકા રોડ પર ખજુરી ફાર્મ હાઉસ પાસે રોડ પર ઉતારીને બધા આરોપીઓ ભાગી ગયા. બાદમાં સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને પહેલા હારીજ સરકારી હોસ્પિટલ લઈ જવાયો. પછી વધુ સારવાર માટે પાટણની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયો. આ ઘટના અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ.ની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાટપોર ગામમાંથી 11 પશુની ચોરી:ઈચ્છાપોરમાંથી ₹7 લાખ રુપિયાના પશુની ચોરીની બે શખસ સામે ફરિયાદ, પોલીસ તપાસનો ધમધમાટ
    Next Article
    સમસ્ત દરજી સમાજ દ્વારા સુરેન્દ્રનગર ડેપ્યુટી કમિશ્નર પારસ મકવાણાનું સન્માન:ડેપ્યુટી કમિશ્નરે મનપા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment