Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાટપોર ગામમાંથી 11 પશુની ચોરી:ઈચ્છાપોરમાંથી ₹7 લાખ રુપિયાના પશુની ચોરીની બે શખસ સામે ફરિયાદ, પોલીસ તપાસનો ધમધમાટ

    1 day ago

    સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાટપોર ગામની સીમમાંથી તસ્કરો દ્વારા 7 લાખ રૂપિયાની જંગી કિંમતના 11 પશુની ચોરી કરી લેવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પશુપાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને પશુઓની ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે. ઈચ્છાપોરના ભાટપોર ગામેથી 11 પશુની ચોરી ફરિયાદી પ્રવીણભાઈ ગોવિંદભાઈ પટેલ ભાટપોર ગામના તાપી ફળિયામાં રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે. 26 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે ભાટપોર ગામની ભેટવાળી ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડની અંદર ચરાવવા માટે મૂકેલાં પશુઓમાંથી તસ્કરો કુલ 9 પશુઓ (જેમાં 8 પાડી અને 1 ભેંસ) ચોરી કરી ગયા હતા, જેની કુલ કિંમત રૂપિયા 4,00,000 થાય છે. આ ઉપરાંત અન્ય એક પશુપાલક રમેશભાઈ મગનભાઈ પટેલની 1 ભેંસ (કિંમત રૂપિયા 1,00,000) તથા કનૈયાલાલ હીરાભાઈ પટેલની 1 પાડી (ગાલણ ભેંસ, કિંમત રૂપિયા 1,00,000) મળીને કુલ 11 પશુઓની ચોરી થઈ છે. સરતાન રબારી અને પ્રકાશ રબારી નામના શખસોની સંડોવણી આ પશુઓની ચોરીના ગુનામાં બે મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા છે. પોલીસ રેકોર્ડ મુજબ, પાલ સુરત ખાતે સ્થિત જલારામ મંદિર ટ્રસ્ટની ગૌશાળાની જગ્યામાં રહેતો અને મૂળ બનાસકાંઠાના સિહોરીનો વતની સરતાન ઉર્ફે ભરત અરજણભાઈ રબારી તેમજ રાંદેર પાલનપુર જકાતનાકા પાસે આવેલી પ્રશાંત સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકલો રબારી બાઇક પર સવાર થઈને આવ્યા હતા. આ બંને શખ્સો દ્વારા ઉપરોક્ત તમામ 11 પશુઓને દોરી જઈને ચોરી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેથી પીડિતો દ્વારા આ મામલે પોલીસમાં નામજોગ ફરિયાદ આપવામાં આવી છે. બે આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના ચોપડે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 303(2) અને 48 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર પશુચોરીના કેસની તપાસ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.કે. ઝાલા સાહેબને સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા ચોરાયેલા પશુઓની ભાળ મેળવવા અને ફરાર થઈ ગયેલા આરોપીઓ સરતાન રબારી તથા પ્રકાશ રબારીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેથી ટૂંક સમયમાં ચોરોને પકડીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી આજે નવસારીમાં AI આધારિત નમો કમલમનું લોકાર્પણ કરશે:1100 બહેનો કળશ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે; 389 ગામોમાં 4000 સ્ક્રીન પર કાર્યક્રમ લાઈવ દેખાડાશે
    Next Article
    હારીજમાં પ્રેમસંબંધની અદાવતમાં યુવકનું અપહરણ કરી પાઇપથી હુમલો:હુમલાખોરોએ યુવકના બંને હાથ ભાંગી નાખ્યા; 5 શખસો સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment