Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી આજે નવસારીમાં AI આધારિત નમો કમલમનું લોકાર્પણ કરશે:1100 બહેનો કળશ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે; 389 ગામોમાં 4000 સ્ક્રીન પર કાર્યક્રમ લાઈવ દેખાડાશે

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3 વાગ્યે નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. કાર્યક્રમ સ્થળે 5000થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે. PMનું કળશ અને ડમરુથી સ્વાગત વડાપ્રધાન હેલિપેડ પર ઉતરશે ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાશે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1100 બહેનો માથે કળશ મૂકીને તેમની આગવાતા કરશે. વાતાવરણને શિવમય બનાવવા માટે 500 પુરુષો વિશેષ ડમરુ વાદન કરશે. આ સિવાય 30 બહેનો ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગુંજવશે. હાઇટેક પરિસરનું વિસ્તૃત નિરીક્ષણ ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લઈને વિગતવાર સમીક્ષા કરશે. તેઓ મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલી જોશે. આ ઉપરાંત આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્ય માટે બનાવાયેલી ખાસ કેબિનની મુલાકાત લેશે. તેઓ પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કરશે. ગામડાઓમાં વિશાળ ડિજિટલ પ્રસારણ કાર્યક્રમના સીધા પ્રસારણ માટે જિલ્લાભરમાં વ્યાપક ડિજિટલ આયોજન કરવામાં આવ્યું છે. નવસારીના તમામ 389 ગામોમાં કુલ 4000 જેટલી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી 1.15 લાખથી વધુ ગ્રામજનો પોતપોતાના ગામમાં બેસીને કાર્યક્રમ જોઈ શકશે. ગ્રામીણ પ્રજા વડાપ્રધાનના સંબોધનને ઘરઆંગણે જ લાઈવ સાંભળી શકશે. ત્રિસ્તરીય સુરક્ષા અને વ્યાપક સુવિધાઓ હાઇવે નજીકના આ પરિસરમાં સુરક્ષાના નિયમો મુજબ કડક ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર પરિસરની સુરક્ષાનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. 'નમો કમલમ'ની બાજુમાં જ વિશાળ વોટરપ્રૂફ ડોમ અને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મુલાકાતીઓ માટે પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ પૂર્ણ કરાઈ છે, જ્યાં લોકાર્પણ બાદ PM મોદી જનસભાને સંબોધશે.
    Click here to Read More
    Previous Article
    खाने के पार्सल में मिला सूप से सना चूहा, देख लोगों का मिचलाया जी
    Next Article
    ભાટપોર ગામમાંથી 11 પશુની ચોરી:ઈચ્છાપોરમાંથી ₹7 લાખ રુપિયાના પશુની ચોરીની બે શખસ સામે ફરિયાદ, પોલીસ તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment