Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રગતિશીલ ખેડૂતે કર્યા ધનના ઢગલાં:અણખીમાં 5 એકરમાં 15 ગાયોના સહારે રૂ. 7.5 લાખની કમાણી કરી

    12 hours ago

    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ધર્મેશગીરી નાગજીગીરી ગોસ્વામીએ છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. રાસાયણિક ખેતી છોડીને 5 એકર જમીનમાં 'પ્રાણશિવ ફાર્મ' દ્વારા તેઓ ધાન્ય, કઠોળ અને તેલીબિયાંનું સફળતાપૂર્વક વાવેતર કરી રહ્યા છે. શૂન્ય બજેટ ખેતીના સિદ્ધાંતો અપનાવી તેઓ આજે એકરદીઠ ₹1.5 લાખ મુજબ વાર્ષિક ₹7.5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. તેમના ફાર્મ પર 15 દેશી ગાયોનું ગોપાલન કરવામાં આવે છે.રાસાયણિક ખાતરને બદલે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવેલ જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતનો ઉપયોગ થાય છે. વિશેષ વાત એ છે કે તેઓ ખેત ઉત્પાદનનું સીધું વેચાણ અને વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) કરે છે. અન્ય રાજ્યોમાં પણ પોતાના ઉત્પાદનો પહોંચાડી રહ્યા છે.ધર્મેશગીરીની આ સિદ્ધિ બદલ તેમને રાજ્યપાલના હસ્તે 'ફાર્મર એવોર્ડ' સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે. ઓર્ગેનિક કાર્બન‎1.35 ટકા થયું‎ કોઇ પણ જમીનમાં જમીન વિજ્ઞાન અનુસાર ઓર્ગેનિક કાર્બન 0.75 ટકા કરતાં વધારે હોય તો જમીનનું સ્વાસ્થ્ય સારૂં ગણાય તે પહેલા ખેડૂતનું ઓર્ગેનિક કાર્બન 0.33 ટકા હતું. તેમાં ઘણો વધારો થઇ હાલ 1.35 ટકા થયો છે. સાથે સાથે જમીનના પીએચ માં સુધારો થયેલ છે તેમજ ક્ષારોનું પ્રમાણ ઘટ્યું છે. જમીનમાં કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતરોના ઉપયોગ થયેલ ન હોવા છતાં અગત્યનાં પોષક તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બ્રહ્મ સમાજની અનોખી પહેલ:ભરૂચ શહેરમાં બ્રહ્મ સમાજની 24 સાસુ વહુને એક સાથે સન્માનિત કરવામાં આવી
    Next Article
    મંડે પોઝિટીવ:નવા એકસપ્રેસ હાઇવે પર પુનગામ પાસે કાયમી જોડાણ મળશે, સ્થાનિક વાહનોનો 30 કિમીનો ફેરાવો ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment