Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં ટેન્ડર પ્રક્રિયાના નવા નિયમો લાગુ:સ્ટેન્ડિંગ સમિતિએ 30%થી નીચા ભાવનાં 28 કામો કર્યા દફતરે, નવી શરતો હેઠળ ફરી બહાર પડાશે ટેન્ડર

    9 hours ago

    સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવાની હરીફાઈમાં પ્રવર્તમાન એસઓઆર કરતાં અત્યંત નીચા ભાવે ટેન્ડર ભરવાની પ્રથા સામે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લોએસ્ટ રેટના આધારે કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ કામની ગુણવત્તા સાથે બાંધછોડ થવી, કામગીરીમાં વિલંબ થવો તેમજ કેટલાક કિસ્સામાં એજન્સીઓ કામ અધૂરું છોડીને જતી રહેવા જેવી ગંભીર સમસ્યાઓને ધ્યાને રાખીને નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે. આ નીતિના પ્રારંભિક અમલરૂપે શનિવારે મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં અંદાજિત ખર્ચ કરતાં 30 ટકાથી વધુ નીચા ભાવે ભરાયેલાં કુલ રૂ. 12,30,77,585ના 28 કામોને રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે આ તમામ કામોમાં નવી શરતોનો સમાવેશ કરીને ફરીથી ટેન્ડર મંગાવવામાં આવશે. નીચા ભાવના ટેન્ડરમાં કામની ગુણવત્તાને લઈ સવાલો મનપામાં ઇજારો મેળવવા કેટલાક કોન્ટ્રાક્ટરો અંદાજિત ખર્ચ કરતાં અસામાન્ય રીતે નીચા ભાવની ઓફર મૂકતા હતા, જેના કારણે કામની ગુણવત્તા, ટેકનિકલ ક્ષમતા અને સમયસર કામ પૂર્ણ કરવા સામે સવાલો ઊભા થતા હતા. આ પરિસ્થિતિને રોકવા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ રાજન પટેલે મનપા કમિશનરનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે માર્ગ અને મકાન વિભાગના પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ કરવા તાકીદ કરાઈ છે. 30 ટકાથી વધુ નીચા ભાવના 28 કામો દફતરે કરાયા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું કે, સુરત મનપા દ્વારા હાથ ધરાતા વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે સર્વોપરી છે. ટેન્ડરરો દ્વારા એવા નીચા ભાવ ભરવામાં આવતા હતા જે વર્કેબલ હોતા નથી અને કામની ક્વોલિટી બગડે છે. આથી 30 ટકાથી વધુ બિલો રકમવાળા અંદાજે 28 કામો દફતરે કરાયા છે. આ ઉપરાંત જે કામોમાં અગાઉ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે તેવા ટેન્ડરો પણ રદ કરી નવેસરથી મંગાવવા સૂચના આપવામાં આવી છે. વધારાની પર્ફોર્મન્સ સિક્યોરિટી ડિપોઝિટ ભરવી પડશે નવી જોગવાઈ મુજબ, એસઓઆર કરતાં 10 ટકા કે તેથી વધુ નીચા ભાવે બિડ કરનાર લોએસ્ટ એજન્સીએ હવે કામના દરેક આઇટમના ભાવનું તાર્કિક પૃથ્થકરણ (Rate Analysis) રજૂ કરવાનું રહેશે. એજન્સી દ્વારા અપાયેલો ખુલાસો સંતોષકારક જણાયા બાદ જ ટેન્ડર આગળ વધશે. આ ઉપરાંત, જો કોઈ એજન્સી 10 ટકાથી વધુ અને 20 ટકા સુધી નીચા ભાવની ઓફર કરશે તો 10 ટકાથી ઉપરના તફાવતની પ્રોજેક્ટ કોસ્ટ પર 20 ટકા વધારાની પર્ફોર્મન્સ સિક્યોરિટી ડિપોઝિટ ભરવી પડશે. જ્યારે 20 ટકાથી વધુ અને 30 ટકા સુધી નીચા ભાવની ઓફર કરનાર એજન્સીએ તફાવતની રકમ પર 30 ટકા વધારાની પર્ફોર્મન્સ સિક્યોરિટી જમા કરાવવી પડશે, જે કામ સફળતાપૂર્વક પૂર્ણ થયાના 28 દિવસની અંદર પરત કરવામાં આવશે. નાગરિકોના કરવેરાના નાણાંમાંથી ટકાઉ અને ઉત્કૃષ્ટ ગુણવત્તાના કામો થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    કેદારનાથમાં હિમવર્ષા, તાપમાન માઈનસમાં પહોંચ્યું:યુપીમાં ખેતરોમાં પૂર, કમર સુધી પાણી; 7 રાજ્યોમાં વરસાદની સંભાવના
    Next Article
    અનોખી પહેલ:હેલ્મેટ-સીટબેલ્ટ પહેરવા ખેલૈયાઓને પ્રેરિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment