Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવલચુડી ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત ડ્રેનેજ સફાઈ:ગ્રામજનોએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રમદાન કરી ગામને રોગમુક્ત બનાવ્યું

    1 day ago

    બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર જિલ્લામાં "સ્વચ્છતા સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડગામ તાલુકાના બાવલચુડી ગામે ગ્રામજનોના સહયોગથી વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. "સ્વચ્છ ગામ, સુંદર ગામ" ના સંકલ્પ સાથે બાવલચુડી ગામના સ્થાનિક અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાયા હતા. તેમણે ગામને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો. નિયત સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર, આ દિવસે વિશેષ રૂપે "ડ્રેનેજ અને ડ્રેનેજ ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ" હાથ ધરવામાં આવી હતી. ગામમાં આવેલી નાની-મોટી ગટરો, પાણીના નિકાલની મુખ્ય ચેનલો અને ગ્રામીણ ડ્રેનેજ સિસ્ટમની સઘન સફાઈ કરવામાં આવી. આ સફાઈનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ભરાતા ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવથી બચવાનો હતો. આ ઉપરાંત, ગામના જાહેર માર્ગો પરથી કચરાનો નિકાલ કરીને ડ્રેનેજ લાઈનો બ્લોક કરનાર પ્લાસ્ટિકના કચરાને પણ એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં ગ્રામ પંચાયતના સભ્યો અને સફાઈ કર્મીઓએ સક્રિયપણે શ્રમદાન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને ગ્રામીણ અગ્રણીઓ દ્વારા ગ્રામજનોને આગામી દિવસોમાં યોજાનાર જાહેર સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની સફાઈ અંગે માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છતા સપ્તાહના અંતિમ દિવસે આયોજિત થનાર સ્વચ્છતા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ના નિયમો વિશે પણ ગ્રામજનોમાં જાગૃતિ લાવવા સંવાદ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કરોડોના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સાંઢિયા પુલ’ની તમામ ખામીઓ દૂર:હજારો વાહન ચાલકોની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે, શનિવારે સવારે લોકાર્પણ થશે
    Next Article
    બોટાદ અકસ્માતમાં ગુરુકુળ આચાર્ય કમલેશ મહેતાનું નિધન:ત્રણ દિવસની સારવાર બાદ અવસાન, 30 વર્ષથી સેવા આપતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment