Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ધો. 5થી 11ના પ્રી સર્વેમાં 66091 બાળકોની પોર્ટલમાં એન્ટ્રી

    9 hours ago

    પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિકથી માધ્યમિક અને માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિકમાં હજુ પેન્ડિંગ રહેલા 28,285 વિદ્યાર્થીઓની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) પોર્ટલમાં એન્ટ્રી કરી તેમનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે આગામી 30 મે સુધીની ડેડલાઇન આપવામાં આવતા શિક્ષણ તંત્ર સક્રિય બન્યું છે. ગત શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 9 થી 12માં પ્રથમ દ્રષ્ટિએ ડ્રોપઆઉટ ગણાતા અંદાજે 8,600 વિદ્યાર્થીઓને શોધી તેઓ હાલ ક્યાં અભ્યાસ કરે છે કે અભ્યાસ છોડ્યો છે તેની તપાસ હાથ ધરાઈ છે. આવા વિદ્યાર્થીઓને ફરી શાળા અથવા અન્ય શૈક્ષણિક પ્રવાહમાં જોડવા માટે વેકેશન દરમિયાન શિક્ષણ તંત્ર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના ઉદ્દેશોને સિદ્ધ કરવા અને વર્ષ 2030 સુધીમાં 100 ટકા નોંધણી ગુણોત્તર હાંસલ કરવા માટે બેક ટુ સ્કૂલ મિશન શરૂ કરાયું છે. આ મિશન હેઠળ ધોરણ 1થી 10 સુધીના તમામ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મેરેથોન કવાયત હાથ ધરાઈ છે. જિલ્લામાં હાલ સુધીના પ્રી-સર્વે અનુસાર 66,091 વિદ્યાર્થીઓના આગામી ધોરણમાં પ્રવેશ માટે સીટીએસ પોર્ટલમાંએન્ટ્રી કરાઈ છે, જ્યારે હજુ 28,285 વિદ્યાર્થીઓની એન્ટ્રી બાકી છે. આગામી 30 મે સુધીમાં પ્રી-સર્વે પૂર્ણ કરી ફોર્મ સબમિટ કરવા જિલ્લા શિક્ષણ તંત્રને સૂચના અપાતા સીઆરસીથી લઈને ડીઈઓ અને ડીપીઈઓ કચેરીઓ સુધી તમામ સ્તરે કામગીરી તેજ બની છે. શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 1 થી 11માં ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓની યાદી સીટીએસ પોર્ટલ પર ચકાસીને તે વિદ્યાર્થીઓના પુન:પ્રવેશ માટેની પ્રી-સર્વે કામગીરી 30 મે સુધીમાં પૂર્ણ કરવા સૂચવાયું છે. સ્માર્ટ એટેન્ડન્સ એપ અને સ્વિફ્ટચેટનો ઉપયોગ આ કામગીરી માટે સ્માર્ટ એટેન્ડન્સ એપ અને સ્વિફ્ટચેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં ધોરણ 5માંથી ધોરણ 6માં પ્રવેશ માટે સૌથી વધુ 90.33 ટકા એન્ટ્રી નોંધાઈ છે, જ્યારે ધોરણ 10માંથી 11માં પ્રવેશ માટે હજુ પણ 26.78 ટકા કામગીરી બાકી છે. મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. પટેલએ જણાવ્યું હતું કે,જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 9થી 12ના આશરે 8,700 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ITI, ડિપ્લોમા અથવા અન્ય કોર્સમાં પ્રવેશ લીધો હોય શકે છે, અથવા નાપાસ થયા બાદ ફરી શાળામાં આવ્યા ન હોય. આવા વિદ્યાર્થીઓને શાળાના આચાર્યો અને વાલીઓના સંપર્કથી શોધી ટ્રેક કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસમાં જોડાયેલા નથી તેમને ફરી શિક્ષણ પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રિ- સર્વેમાં 70.16 ટકા બાળક ટ્રેક એન્ટ્રી જિલ્લાની 1,578 શાળાઓના કુલ 94,376 વિદ્યાર્થીઓનો CTS પોર્ટલ‎આધારિત પ્રી-સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના‎UDISE નંબરના આધારે તેઓએ ક્યાં પ્રવેશ મેળવ્યો છે તેની ચાઇલ્ડ‎ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધીમાં‎66,211 વિદ્યાર્થીઓની એન્ટ્રી પૂર્ણ થઈ છે, જ્યારે 28,165‎વિદ્યાર્થીઓની એન્ટ્રી બાકી છે. અત્યાર સુધીમાં એન્ટ્રી કરાયેલા‎વિદ્યાર્થીઓમાંથી 35,145 વિદ્યાર્થીઓ એ જ શાળામાં આગામી‎ધોરણમાં પ્રવેશ મેળવશે. ઉપરાંત 117 વિદ્યાર્થીઓ ITIમાં, 34‎વિદ્યાર્થીઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)માં અને‎822 વિદ્યાર્થીઓ ગુજરાત સેકન્ડરી ઓપન સ્કૂલમાં પ્રવેશ મેળવશે.‎હાલ જિલ્લામાં 70.16 ટકા વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ પૂર્ણ થયું છે, જ્યારે‎બાકીના વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ શાળાઓ મારફતે ચાલુ છે.‎‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:દીકરીની હિંમત સામે રૂઢિચૂસ્તતા હારી: લગ્નના દબાણથી ત્રાસી કેરિયર માટે ઘર છોડનારી યુવતીનો પક્ષ સાંભળી પરિવાર માન્યો
    Next Article
    નોકરીની લાલચ આપી 110 લોકો સાથે ઠગાઈ:રેલવેમાં નોકરી અપાવવાના બહાને 58.98 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment