Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:દીકરીની હિંમત સામે રૂઢિચૂસ્તતા હારી: લગ્નના દબાણથી ત્રાસી કેરિયર માટે ઘર છોડનારી યુવતીનો પક્ષ સાંભળી પરિવાર માન્યો

    10 hours ago

    મારે કોઈની સાથે પ્રેમ પ્રકરણ નથી, પણ મારે અત્યારે લગ્ન પણ નથી કરવા. મારે મારે ભવિષ્ય બનાવવું છે! મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં જ્યારે એક યુવતીએ મક્કમ અવાજે આ શબ્દો કહ્યા, ત્યારે પ્રેમ પ્રકરણની આશંકા રાખીને બેઠેલા પરિવારજનો અને કાઉન્સિલરો પણ સ્તબ્ધ થઈ ગયા. લગ્ન કરવાના પારિવારિક દબાણને વશ થવાને બદલે સપનાઓને પ્રાધાન્ય આપી ઘર છોડનારી આ પુખ્ત વયની યુવતીએ આખરે કાઉન્સિલિંગના ટેબલ પર પોતાની જીત મેળવી છે. જે પરિવાર દીકરીને પરણાવવા જીદે ચડ્યો હતો, તે જ પરિવારે હવે દીકરીની ઉચ્ચ કારકિર્દી માટે ગ્રીન સિગ્નલ આપી તમામ મદદ કરવાની ખાતરી આપી છે. મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પરિવાર ભારે હૈયે મહિલા સહાયતા કેન્દ્ર પહોંચ્યો હતો. અમારી દીકરી ઘર છોડીને જતી રહી છે. મહિલા સહાયતા કેન્દ્રએ યુવતીનો સંપર્ક કરી તેને રૂબરૂ બોલાવી. કાઉન્સિલિંગના જણાવ્યું, મારે કોઈની સાથે અફેર નથી, પણ મારે અત્યારે લગ્ન પણ નથી કરવા. મારો પરિવાર મારા પર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો, જ્યારે મારે મારૂં કરિયર બનાવવું છે. તેઓ મારી વાત સાંભળવા જ તૈયાર નહોતા, એટલે મારે નાછૂટકે ઘર છોડવું પડ્યું. અત્યારે હું મારા મિત્રના પરિવાર સાથે સુરક્ષિત છું. બીજા તબક્કામાં પરિવાર સાથે વાતચીત શરૂ કરી. શરૂઆતમાં પરિવારનું એક જ રટણ હતું કે, અમે તો તેનું સારું જ ઈચ્છીએ છીએ. તેમને સમજાવ્યું કે, દીકરીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા એ તેનું ભલું નહીં પણ તેના ભવિષ્ય સાથે સમાધાન છે. દીકરીના અધિકારો અને તેના સપનાનું મહત્વ સમજાવ્યા બાદ પરિવાર નરમ પડ્યો અને પોતાની જીદ છોડવા તૈયાર થયો. ત્રીજા અને અંતિમ તબક્કામાં દીકરી અને પરિવારને આમને-સામને બેસાડવામાં આવ્યા. દીકરીએ હિંમતભેર પોતાનો પક્ષ રાખ્યો કે તે ઉચ્ચ અભ્યાસ કરવા અને નોકરી માટે મોટા શહેરમાં જવા માંગે છે. પરિવારને જ્યારે ખાતરી થઈ કે તેમની દીકરી પ્રગતિ માટે મથામણ કરી રહી છે, ત્યારે તેમણે હૃદયપૂર્વક દીકરીના નિર્ણયને સ્વીકારી લીધો. પરિવારે દીકરીને આશ્વાસન આપતા કહ્યું, બેટા, તું તારા કરિયર પર ધ્યાન આપ, અમે તારી સાથે છીએ અને તને જે પણ મદદ જોઈશે તે પૂરી પાડીશું. દીકરીના સપનાને પ્રાધાન્ય આપો આજના સમયમાં લગ્ન એ જીવનનો એક હિસ્સો છે, જીવનનું એકમાત્ર લક્ષ્ય નહીં. દીકરી જ્યારે ભણી-ગણીને પોતાનું કરિયર બનાવવા માંગતી હોય, ત્યારે તેને લગ્નના બંધનમાં બાંધવાને બદલે તેની પાંખોને બળ આપવું એ જ સાચું વાલીપણું છે.
    Click here to Read More
    Previous Article
    બદામ કેરીની માંગ વધી:કેસર મોંઘી, મહેસાણામાં રોજ બે લાખ કિલો બદામ કેરીની ખપત
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ધો. 5થી 11ના પ્રી સર્વેમાં 66091 બાળકોની પોર્ટલમાં એન્ટ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment