Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરીની લાલચ આપી 110 લોકો સાથે ઠગાઈ:રેલવેમાં નોકરી અપાવવાના બહાને 58.98 લાખની ઠગાઈ

    9 hours ago

    શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી 110 જેટલા વ્યક્તિઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દંતેશ્વરની ચિરાયુનગર સોસાયટીમાં રહેતો આરોપી આકાશ સંજયભાઈ ચૌહાણએ ફરિયાદી અને અન્ય 110 વ્યક્તિઓને પ્રતાપનગર રેલવે વર્કશોપમાં ‘કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ’ હેઠળ નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. આરોપીએ નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન આ લોકોને રેલવે વર્કશોપની મુલાકાત કરાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ, કોંકણ રેલવેના નકલી ઓફર લેટર્સ બનાવી, કુલ 58.98 લાખની રકમ રોકડા અને ઓનલાઈન માધ્યમથી પડાવી લઈ છેતરપિંડી આચરી હતી. આ ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે આકાશ ચૌહાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ‘પવાર સાહેબ’ નામના કોન્ટ્રાક્ટરને પકડવાની તજવીજ હાલ ચાલુ છે
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:ધો. 5થી 11ના પ્રી સર્વેમાં 66091 બાળકોની પોર્ટલમાં એન્ટ્રી
    Next Article
    Two Australian Women Linked To ISIS Charged With Keeping Slave In Syria

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment