Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલ શખ્સ 5 દિવસના રિમાન્ડ પર:મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ લઇ આવતો હતો, ઘરમાંથી 10.36 લાખનો વધુ 296 ગ્રામ જથ્થો મળી આવ્યો

    10 hours ago

    રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત ગઈકાલે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે અને તેમાં પણ તે ચાલાકી પૂર્વક ઇલેક્ટ્રિક સ્પીકર ખોલી તેમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ભરી પાર્સલ મારફત રાજકોટ પહોંચાડી અહીંયા રૂપિયા 3થી 4 હજાર કિંમતમાં એક ગ્રામ જથ્થો વેચતો હતો. 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સેય નો ટુ ડ્રગ અંતર્ગત શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરતા પેડલરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અન્વયે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે શહેરના યુનિવર્સિટી રોડ પર જે કે ચોક નજીક ધ્રુવ જોશી નામના શખ્સને અટકાવી તેની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 3.62 લાખનો મુદામાલ કબજે કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવ મૂળ મુંબઈનો રહેવાસી હોવાનું અને છેલ્લા દોઢ બે વર્ષથી રાજકોટ રહેતો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીને સાથે રાખી તેના ઘરે ઝડતી લેતા 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આરોપી પ્રથમ આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો હતો પરંતુ આગવી ઢબે પુછપરછ કરતા આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાનું અને અહીંયા એક ગ્રામ જથ્થો 3થી 4 હજાર કિંમતમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ મુંબઇનો રહેવાસી હોવાથી પોતે મુંબઈના પેડલર પાસેથી આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ખરીદ કરી બાદમાં તેને ઇલેક્ટ્રિક સાઉન્ડ સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરનાર કન્ઝ્યુમરનું લિસ્ટ પણ મળી આવ્યું છે જે અંગે પણ પોલીસ તપાસ કરી તેમને ડી એડીકઝન સેન્ટરમાં મોકલીશું અને જો નહિ સહમત થાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ગાંજો અને હાઈબ્રીડ ગાંજા વચ્ચે નશાની માત્રામાં ખુબ મોટો તફાવત રહેલો હોય છે. સામાન્ય ગાંજાનો નશો કરતા હાઈબ્રીડ ગાંજાનો નશો અતિ તીવ્ર હોય છે જેનું થોડી માત્રામાં સેવન કરવાથી નશેડીઓને MD ડ્રગ્સના નશા જેવી અસર કરતું હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 50,000 છે જયારે હાઈબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 35 લાખ છે.
    Click here to Read More
    Previous Article
    કારના રૂફ અને બોનેટ પર બેસી ABVPના કાર્યકર્તાઓએ રેલી યોજી:નવનિયુક્ત હોદેદારો જીતના ઉન્માનદમાં ભાન ભૂલ્યા, જૂનાગઢમાં કાયદાના ધજાગરા ઉડાવ્યા
    Next Article
    ચૈત્રી નવરાત્રિનો આરંભ:વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉલ્લાસભેર ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment