Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી નવરાત્રિનો આરંભ:વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉલ્લાસભેર ઉજવણી

    9 hours ago

    હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે. તેમજ મહારાષ્ટ્રિયન પરિવારોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘરમાં તેમજ ખારીવાવ રોડ પર ઉમંગ અને ઉલ્લાસથી નવ વર્ષની ઉજવણી કરવામાં આવી. પરંપરાગત ગુડી ઉભી કરાઈ વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઉભી કરી તેની પૂજા અર્ચના કરીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. વડોદરામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે. વડોદરા એ સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે, તેના કારણે અહીં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વસતો થયો હતો, જેઓ દ્વારા આજના દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આજે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી આજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હોવાની પણ કથા છે. આજના દિવસને હિંદુ ધર્મનું નવું વર્ષ ગણવામાં આવે છે. આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એકમેકને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુડીને વિજય ધ્વજનું પ્રતીક ગણવામાં આવે છે ગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેના રેશમી કે સુતરાઉ કાપડ મૂકી પર કડવા લીમડાની ડાળખી, સાકરનો હાર, પુષ્પહાર કરી તેની પર ચાંદીપિત્તળકે તાંબાનો લોટો મુકવામાં આવે છે. પછી હળદર-કંકુથી પૂજા કરવામાં આવે છે. પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે. ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે. શ્રદ્ધાળુઓએ ઘટસ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરી આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે માઈ ભક્તો દ્વારા આજથી ઘાટ સ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ માઈ મંદિરો ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. 9 દિવસ નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીની આરાધનામાં લીન બનશે. વર્ષમાં બે નવરાત્રી આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિનું મહત્વ વધુ જોવા મળે છે. વડોદરાના માતાજીના મંદિરોમાં પણ આજથી ભીડ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલ શખ્સ 5 દિવસના રિમાન્ડ પર:મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ લઇ આવતો હતો, ઘરમાંથી 10.36 લાખનો વધુ 296 ગ્રામ જથ્થો મળી આવ્યો
    Next Article
    With Hormuz Shut, Saudi's Yanbu Is Gulf's Only Oil Hope. It's Being Attacked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment