Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગોએ 4G ફોન નકાર્યા, 5Gની માંગ ઉઠી:સહાય યોજનામાં ગેરરીતિના આક્ષેપ, ઉપરી કચેરીમાં રજૂઆત કરાઈ

    2 days ago

    ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ અપાયેલા મોબાઈલ ફોનને લઈને અસંતોષ જોવા મળ્યો છે. દિવ્યાંગ અરજદારોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરીને સરકાર દ્વારા અપાયેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અરજદારોના મતે, તેમને અપાયેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલી નબળા છે. ખાસ કરીને "TalkBack" જેવી સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેનો ઉપયોગ મુશ્કેલ બને છે. દિવ્યાંગોએ આક્ષેપ કર્યો છે કે સરકારે પ્રતિ સાધન રૂ. 20,000 સુધીનું બજેટ ફાળવ્યું હોવા છતાં, આધુનિક 5G સ્માર્ટફોન આપવાને બદલે ઓછી ગુણવત્તાવાળા 4G ફોન આપવામાં આવ્યા છે. આનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. દિવ્યાંગોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે, ગુણવત્તાસભર 5G મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે અને જો ગેરરીતિ જણાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે અરજદારોની રજૂઆત ઉપરી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને જૂના ફોન પરત લઈને નવા ફોન આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે:વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે, રાજ્ય સરકારે મહેસૂલમાં મોટા સુધારાઓ કર્યાં
    Next Article
    મહીસાગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:બે દિવસ સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલશે, નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment