Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:બે દિવસ સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલશે, નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યાં

    8 hours ago

    મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લુણાવાડા સ્થિત વિશ્રામગૃહ ખાતે આજથી શરૂ થયેલી આ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે. આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો સંદિપ દેસાઈ, રાજેન્દ્રસિંહ કુંવર અને અસ્મિતાબેન શિરોયા ઉપસ્થિત રહ્યા છે. તેઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની પેટા ચૂંટણી માટેના દાવેદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી રહ્યા છે. પ્રથમ દિવસે કડાણા, ખાનપુર, ગોધરા, કોઠંબા અને વિરપુર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો માટેના દાવેદારોને બોલાવવામાં આવ્યા હતા. તેમની કામગીરી, લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા અંગે માહિતી લેવામાં આવી હતી. ઉમેદવારોએ પોતાના કાર્યકાળની વિગતો અને વિસ્તારના વિકાસ માટેની યોજનાઓ પણ રજૂ કરી હતી. બીજા દિવસે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવશે. આ ઉપરાંત, લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો પણ પોતાની દાવેદારી રજૂ કરશે. પાર્ટી દ્વારા આ સેન્સ પ્રક્રિયા દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત અને લોકપ્રિય ઉમેદવારોની પસંદગી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી આગામી ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરી શકાય. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરીને અંતિમ રણનીતિ અને ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગોએ 4G ફોન નકાર્યા, 5Gની માંગ ઉઠી:સહાય યોજનામાં ગેરરીતિના આક્ષેપ, ઉપરી કચેરીમાં રજૂઆત કરાઈ
    Next Article
    ‘Punjab also knows how to impose taxes’: Bhagwant Mann issues warning to Himachal over entry fees for vehicles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment