Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વાયરલાઈન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે જિયો મોખરે:ઓગસ્ટ-2026માં જિયોના વાયરલેસ ગ્રાહકોનો આંકડો 3.41 કરોડે પહોંચ્યો

    12 hours ago

    ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ઓગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે. જયારે, રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે. મહત્વપૂર્ણ છે કે, ઓગસ્ટ-2026 દરમિયાન જિયોએ 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, આ સાથે જ નવા વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધારવામાં જિયો ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ઓગસ્ટ-2026માં ગુજરાતમાં જિયોનો VLR રેશિયો 101.35 ટકા નોંધાયો હતો, જે મુજબ આશરે 3.45 કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, TRAIની પદ્ધતિ મુજબ 100 ટકાથી વધુ VLR રેશિયો માન્ય છે. તેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ગ્રાહકો (ઇનબાઉન્ડ રોમર્સ)નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ પ્રથમ હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓગસ્ટ-2026ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર 9.43 લાખ થયો છે, જે ગુજરાતના વાયરલાઇન બજારમાં 49.81 ટકા હિસ્સો ધરાવે છે. ઓગસ્ટ-2026 દરમિયાન જિયોએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યાં હતા આ સાથે આ ક્ષેત્રમાં પણ નવા જોડાણો ઉમેરવામાં જિયોએ ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તો, ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રે પણ જિયોના ગ્રાહક આધારમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં જિયાનો 5G FWA (ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ) ગ્રાહક આધાર 4.87 લાખ થયો છે. ઓગસ્ટ-2026માં 6,054 નવા જોડાણો ઉમેરાયા હતા.જ્યારે UBR FWA ક્ષેત્રમાં ઓગસ્ટ-2026માં 16,540 નવા જોડાણો ઉમેરાતા તેનો કુલ ગ્રાહક આધાર 3.67 લાખ થયો છે. આમ, TRAIના ઓગસ્ટ-2026ના આંકડા મુજબ, ગુજરાતના વાયરલાઇન ક્ષેત્રમાં જિયોનો અગ્રણી હિસ્સો યથાવત્ રહ્યો છે. સાથે જ વાયરલેસ તથા ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રોમાં પણ જિયાએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. (સ્ત્રોતઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રેસ રિલીઝ ક્રમાંક 125/2026, તા. 28 સપ્ટેમ્બર, 2026.)
    Click here to Read More
    Previous Article
    WIના જ્હોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી ફટકારી:ભારત સામે ODIમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર કેરેબિયન બેટર બન્યો; 101 રન બનાવ્યા, ઈન્ડિયાને 19મી ઓવરમાં બીજી વિકેટ મળી
    Next Article
    મમતા બેનર્જીએ કહ્યું- મત ચોરી રોકવા જીવ પણ આપી દઈશું:રાહુલે તેને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો, વિપક્ષ 6 ઓક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment