Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    WIના જ્હોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી ફટકારી:ભારત સામે ODIમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર કેરેબિયન બેટર બન્યો; 101 રન બનાવ્યા, ઈન્ડિયાને 19મી ઓવરમાં બીજી વિકેટ મળી

    20 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાઈ રહી છે. જેમાં ઈન્ડિયન કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. જમ્મુ-કાશ્મીરના આકિબ નબીએ ડેબ્યૂ કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 18.1 ઓવરમાં 147/2 છે. ટીમ તરફથી શાઈ હોપ ક્રિઝ પર છે. જ્હોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં સેન્ચુરી ફટકારી. તે 101 રન બનાવીને આઉટ થયો. તેને ગરનૂર બરારે નમન ધીરના હાથે કેચ કરાવ્યો. અગાઉ, કેસી કાર્ટી (9)ને પ્રસિદ્ધ ક્રિષ્નાએ નમન ધીરના હાથે કેચ કરાવ્યો. ભારતે પહેલી વન-ડે મેચ 8 વિકેટે જીતીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    LIVE: INDIA ब्लॉक की बैठक में उठे कौन-कौन से मुद्दे, ज्ञानेश कुमार पर क्या बात हुई, शरद पवार NCP नेता ने बताया
    Next Article
    ગુજરાતમાં વાયરલાઈન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે જિયો મોખરે:ઓગસ્ટ-2026માં જિયોના વાયરલેસ ગ્રાહકોનો આંકડો 3.41 કરોડે પહોંચ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment