Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલવણ હાઇવે પર 4.92 લાખનો દારૂ ઝડપાયો:રામદેવ હોટલ પાછળથી 1992 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-ધાંગધ્રા હાઇવે રોડ પર પીપળી ચોકડી પાસે આવેલી રામદેવ હોટલની પાછળના ભાગે આવેલા બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બજાણા પોલીસે કુલ 4,92,000 રૂપિયાની કિંમતની 1344 નાની ઇંગ્લીશ દારૂની બોટલો અને 648 બિયરના ટીન સહિત કુલ 1992 શીલબંધ બોટલો જપ્ત કરી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદી સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ધાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા અને તેમની ટીમ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પીપળી ગામ જતા રોડ પર કેનાલ પાસે પહોંચતા એ.એસ.આઇ. બળવંતસિંહ ઝીલુભા સોલંકી અને પો.કોન્સ. ધ્રુવરાજસિંહ ધમેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, પીપળી, તા. પાટડીનો આરીફખાન નશીબખાન મલેક માલવણ હાઇવે રોડ પર રામદેવ હોટલની પાછળના ભાગે બહારથી ઇંગ્લીશ દારૂ મંગાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન, પોલીસે સ્થળ પરથી 4,92,000 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આરીફખાન નસીબખાન દાદુખાન મલેક (ઉ.વ. 28, ધંધો-ખેતી, રહે. પીપળી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, હોટલ ચલાવનાર દીપારામ ભોમારામ (રહે. રાજસ્થાન) અને ભોમારામ લક્ષ્મણરામ (રહે. રાજસ્થાન) વિરુદ્ધ પણ પ્રોહીબિશન એક્ટ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંને આરોપીઓ રેડ દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે.વાઘેલા, એ.એસ.આઇ. બળવંતસિંહ ઝીલુભા સોલંકી, પો.હેડ કોન્સ. વલ્લભભાઇ બાબુભાઇ, પો.હેડ.કોન્સ. હિતેષકુમાર બળદેવભાઇ, પો.કોન્સ. શક્તિભાઇ પ્રભુભાઇ, પો.કોન્સ. ભગીરથસિંહ બળવંતસિંહ અને પો.કોન્સ. ધ્રુવરાજસિંહ ધમેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં યુવકે ધર્મ છુપાવી 17 વર્ષીય છોકરીનું કર્યું શારીરિક શોષણ:અલ્તાફે સાહિલ દેસાઈ બની સો.મીડિયાથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, મકાનના ત્રીજા માળે હિંદુ સંગઠનોએ રંગેહાથ પકડ્યા
    Next Article
    ​લાઇટ હાઉસ પાસે તળાવમાં ઝંપલાવી મહિલાનો આપઘાત:રાજકોટમાં પુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતાં પરિણીતાએ ફીનાઈલ ગટગટાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment