Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​લાઇટ હાઉસ પાસે તળાવમાં ઝંપલાવી મહિલાનો આપઘાત:રાજકોટમાં પુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતાં પરિણીતાએ ફીનાઈલ ગટગટાવ્યું

    18 hours ago

    મુમતાઝબેન અયુબભાઈ પઢાણા (ઉં.વ.42)એ આજે મોડી રાત્રિના 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે.​ પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળનું કારણ કૌટુંબિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે. જેમાં મુમતાઝબેનનો નાનો પુત્ર ઘરની બહાર રમવા ગયો હતો જે બાબતે તેના પિતા અયુબભાઈએ પુત્રને ઠપકો આપ્યો હતો. સંતાનને ઠપકો આપવાની આ વાત મુમતાઝબેનને ન ગમતા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ મનદુઃખમાં આવેશમાં આવી ગયેલા મુમતાઝબેને રાત્રિના સમયે ફીનાઈલ પી લીધું હતું. ઉલ્લેખનીય છે કે મુમતાઝબેનને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. હોસ્પિટલ ચોકી દ્વારા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નાણાંવટી ચોકમાં રહેતા મહિલાનો લાઇટ હાઉસ પાસે તળાવમાં ઝંપલાવી આપઘાત જીજ્ઞાબેન આકાશભાઈ શુક્લા (ઉં.વ.40)નો મૃતદેહ ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ નવા 150 ફૂટ રીંગ રોડ પર લાઇટ હાઉસ પાછળ પરશુરામ મંદિર નજીકના તળાવમાંથી મળી આવ્યો હતો. તળાવ આસપાસના ખેતરમાં કામ કરતા શ્રમિકોએ કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસને કરી હતી જેથી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. મૃતકના પરિવારનો સંપર્ક થતા જાણવા મળ્યું હતું કે, મૃતક જીજ્ઞાબેનને સંતાનમાં 9 વર્ષની દીકરી છે. પતિ પ્રાઈવેટ નોકરી કરે છે. જીજ્ઞાબેન સવારે ઘરેથી નિકળી ગયા હતા. પરિવાર શોધતો હતો ત્યાં તેમની લાશ મળી હતી. મૃતકને ચામડીની બીમારી હતી. તેથી પ્રાથમિક તબક્કે બીમારીથી કંટાળી પગલું ભર્યાનું અનુમાન છે જો કે પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. અગ્નિવીરની આર્મી ભરતી પ્રક્રિયામાં ગ્રાઉન્ડ ટેસ્ટ વખતે દોડતા-દોડતા પડી ગયેલા યુવાનને પગમાં ફ્રેક્ચર રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હાલ અગ્નિવીરની આર્મી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અનેક યુવાનો પોતાના દેશસેવાના સપનાને સાકાર કરવા માટે ઉમટી પડ્યા છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંધોજ ગામનો 20 વર્ષીય યુવાન ભાવેશ રમેશભાઈ કોટડીયા શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો. બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે 1600 મીટરની દોડ ચાલી રહી હતી ત્યારે ભાવેશ ઉત્સાહભેર દોડી રહ્યો હતો. જો કે કમનસીબે છેલ્લા રાઉન્ડ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે ગ્રાઉન્ડ પર પછડાયો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનો પગ ભાંગી ગયો હતો. તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેણે LRDની દોડની પરીક્ષા પણ પાસ કરી હતી. એ પરીક્ષા સમયથી જ તેને પગમાં થોડો-થોડો દુખાવો રહેતો હતો, તેમ છતાં અગ્નિવીર બનવાના જુસ્સા સાથે તે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ દોડના અંતિમ તબક્કે જ જૂની ઈજા અથવા અચાનક આવેલ ખેંચાણને કારણે તે પછડાતા તેનું સેનામાં જોડાવાનું હાલનું સપનું અધૂરું રહી ગયું છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દોઢેક મહિનાથી જુગારના રવાડે ચડેલા યુવાનને રૂ.20 લાખનું દેણું થઈ જતાં ફિનાઈલ પીધું હકીમભાઈ ઈસ્માઈલભાઈ બુકેરા (ઉ.વ.40) વ્યવસાયે કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. ઘરની તમામ જવાબદારી તેમના પર હતી, પરંતુ એક ટૂંકી લાલચ અને જુગારની લતે હસતા-રમતા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો છે. હકીમભાઈ છેલ્લા દોઢેક મહિનાથી તીનપત્તીનો જુગાર રમવાની અને રમાડવાની પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા હતા. શરૂઆતમાં નસીબ અજમાવવાની આ રમત ધીમે ધીમે વ્યસન બની ગઈ અને જોતજોતામાં તેઓ જુગારમાં 20 લાખ રૂપિયા જેવી મોટી રકમ હારી ગયા હતા. આર્થિક ભીંસમાંથી બહાર નીકળવા માટે તેમણે અન્ય સ્થાનેથી ઊંચા વ્યાજે નાણાં લેવાની શરૂઆત કરી હતી. પોતાનું 20 લાખનું દેણું ચૂકવવા માટે હકીમભાઈએ 10%ના ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. સમય જતાં વ્યાજનું વ્યાજ ચડતું ગયું અને લેણદારોની ઉઘરાણી વધવા લાગી. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ડરને કારણે અંતે કંટાળીને તેમણે માલધારી ફાટક પાસે આત્મઘાતી પગલું ભર્યું હતું. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને આ મામલે આજીડેમ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ કરી રહી છે. ચેક બાઉન્સના કેસમાં પુરાવાઓના અભાવે આરોપીનો છુટકારો રાજકોટના બીજા એડી. ચીફ. જ્યુડી. મેજી. વી.ડી.મોઢ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નિલેશ મધુભાઈ મહેતાને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સેક્શન 138 હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીએ વ્યવસાયિક સંબંધોના આધારે રૂ.15,00,000 ઉધાર લીધા હતા અને તેના બદલામાં ત્રણ ચેક આપ્યા હતા, જે એકાઉન્ટ ક્લોઝડ હોવાને કારણે બાઉન્સ થયા હતા. જો કે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે ફરિયાદી પાસે રકમ આપવાનો કોઈ લેખિત કરાર કે દસ્તાવેજી પુરાવો નથી. કોર્ટે અવલોકન કર્યું કે આરોપી દ્વારા આપવામાં આવેલા ચેક કોઈ કાનૂની દેવાની ચુકવણી માટે નહીં પરંતુ માત્ર સિક્યુરિટી તરીકે આપવામાં આવ્યા હતા. ફરિયાદી કાનૂની રીતે વસૂલ કરી શકાય તેવું દેવું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી કોર્ટે આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ધર્મેશ નાનાલાલ શેઠ, હિત ધર્મેશ શેઠ અને અંકુર ધર્મેશ શેઠ રોકાયા હતા. ધોળકીયા સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનની બ્રેક ફેલ થતા બેકાબુ બની રાજકોટ શહેરના એ.જી.ચોકમાં યુનિવર્સીટી રોડ પરથી પસાર થઈ રહેલા ધોળકીયા સ્કૂલ વાનની બ્રેક અચાનક ફેઈલ થઈ જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી વાને રસ્તા પરના વાહનચાલકોને હડફેટે લીધા હતા જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ વાનમાં સવાર બાળકો અને અન્ય વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માલવણ હાઇવે પર 4.92 લાખનો દારૂ ઝડપાયો:રામદેવ હોટલ પાછળથી 1992 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
    Next Article
    કેન્દ્રીય મંત્રી માંડવિયા 28 માર્ચે રાજકોટમાં:કોર્પોરેશનમાં સર્વર ડાઉનથી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ, બોર્ડ પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ ચોરી કરતા CCTV માં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment