Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી યુવક સાથે સાયબર ફ્રોડ:ફેસબુક પર લોનની જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરતા જ 4900 રૂપિયા ગુમાવ્યાં

    1 week ago

    નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિમલક ગામમાં એક યુવક સાથે સાયબર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોલાર પેનલ ફિટિંગનો વ્યવસાય કરતા આ યુવકે ફેસબુક પર લોનની જાહેરાત જોઈને 4900 રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સિમલક ગામના હાંસ મહોલ્લામાં રહેતા 28 વર્ષીય મહમદ હસન મોહમદ હાંસ સોલાર પ્લેટના વેપાર અને ફિટિંગ સાથે સંકળાયેલા છે. ફેબ્રુઆરી 2026માં ફેસબુક વાપરતી વખતે તેમને એક લોનની જાહેરાત દેખાઈ હતી. આર્થિક જરૂરિયાત હોવાથી મહમદ હસને તે લિંક પર ક્લિક કર્યું હતું. જેના થોડા સમય બાદ તેમને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ મળ્યો હતો. સાયબર ગઠિયાઓએ મહમદ હસન પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને ઇમેલ આઈડી મંગાવ્યા હતા. ત્યારબાદ 'InCred Finance' ના નામે એક નકલી ઇમેલ મોકલીને તેમને જણાવ્યું કે, તેમની 67,000 રૂપિયાની લોન મંજૂર થઈ ગઈ છે. જોકે, તેમના બેંક ખાતામાં કોઈ રકમ જમા થઈ ન હતી. લોન મંજૂર થઈ ગઈ હોવાનું કહીને, છેતરપિંડી કરનારાઓએ પ્રોસેસિંગ ફીના બહાને 'પંચાલ નિખિલ' ના નામનું QR કોડ સ્કેનર મોકલ્યું હતું. ફરિયાદીએ 8 ફેબ્રુઆરીએ 1900, 600 અને 250 રૂપિયા, 13 ફેબ્રુઆરીએ 1000 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 550 રૂપિયા, 19 ફેબ્રુઆરીએ 245 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ 200 અને 155 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આમ, કુલ 4,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી પણ ગઠિયાઓએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી, જેનાથી મહમદ હસનને શંકા ગઈ અને તેમને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ યુવકે 26 ફેબ્રુઆરીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સિવિલ હોસ્પિટલ લિકર પરમિટ કૌભાંડ, 5 કર્મચારીની હકાલપટ્ટી:આરોગ્ય મંત્રીએ 4 આઉટસોર્સિંગ કર્મચારીને ફરજ પરથી બરતરફ અને ક્લાર્કને સસ્પેન્ડ કર્યા, ત્રણ આરોપીની ધરપકડ
    Next Article
    નગરસેવકોએ પોલીસકર્મીને પણ ઓળખ આપવી પડી?:નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેઠેલા બે પૂર્વ નગરસેવકોને પોલીસે ઉઠાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment