Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરસેવકોએ પોલીસકર્મીને પણ ઓળખ આપવી પડી?:નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેઠેલા બે પૂર્વ નગરસેવકોને પોલીસે ઉઠાડ્યા

    1 week ago

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી વડોદરા ખાતે વિશ્વાસ 2.0 પ્રોજેક્ટના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેઓ કાર્યક્રમમાં પહોંચે તે પહેલા બે પૂર્વ નગર સેવકો કે જેઓ 10 દિવસ પહેલા સત્તામાં હતા તેઓ પ્રથમ હરોળમાં બેસી ગયા હતા. જો કે વ્યવસ્થામાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ તેઓને કદાચ ઓળખી શક્યા ન હતા જેથી તેઓને પાછળ બેસવા જણાવ્યું હતું. આ બંનેએ પોતાની ઓળખ આપવી પડી હતી અને બાદમાં થોડી વાર પછી પાછળ તેઓની બેઠક વ્યવસ્થા જ્યાં હતી ત્યાં બેસી ગયા હતા. નગર સેવકો ભોંઠા પડ્યા? નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે પૂર્વ નગરસેવકો ધારાસભ્ય સાથે પહોંચ્યા હતા. વોર્ડ-12ના સ્મિત પટેલ અને વોર્ડ-4ના વિનોદ ભરવાડ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા પહોંચી ગયા હતા. તેઓ ધારાસભ્ય સાથે પ્રથમ હરોળમાં બેસી ગયા. જોકે, ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ વ્યવસ્થાના ભાગરૂપે ધારાસભ્યને પણ આ બેઠક રિઝર્વ હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ અન્ય એક ઉચ્ચ અધિકારી આવી ધારાસભ્યને સ્ટેજ ઉપર લઈ ગયા હતા. બાદમાં આ બંને નગરસેવકોને કદાચ કર્મચારી ઓળખી શક્યા ન હતા. જેથી તેઓને આ રિઝર્વ બેઠક ઉપરથી ઊઠવા જણાવ્યું હતું. જો કે આ બંને નગરસેવકોએ પોતાની ઓળખ આપી બાદમાં અહીંથી ઉઠી જવાની સાંત્વના આપી હતી.. નગરસેવકોને તેમના વોર્ડમાં તો લોકો ઓળખે છે ને? સ્થાનિક પોલીસ કર્મચારીઓ પણ સ્થાનિક નગરસેવકોને ઓળખી શક્યા ન હતા ત્યારે ઉપસ્થિતિમાં પણ એવી ચર્ચા ચાલી હતી કે, શું આ નગરસેવકોને તેમના વોર્ડમાં તો લોકો ઓળખે છે ને? આગામી સમય ચૂંટણીઓનો સમય છે ત્યારે હાલમાં જ કાર્યકાળ પૂર્ણ થતા હવે સૌ કોઈ ચૂંટણીની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. વર્તમાન નગરસેવકો જો રીપિટ થશે તો તેઓએ પોતે કરેલા કામો લઈને લોકો સુધી પહોંચવું પડશે ત્યારે પાંચ વર્ષ સુધી જે નગરસેવકો લોકોની વચ્ચે નહીં ગયા હોય તે હવે કયા મોઢે લોકો સુધી જશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નવસારી યુવક સાથે સાયબર ફ્રોડ:ફેસબુક પર લોનની જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરતા જ 4900 રૂપિયા ગુમાવ્યાં
    Next Article
    Surat Crime News | પલસાણા તાલુકામાં વ્યાજખોરોના ત્રાસની ચોંકાવનારી ઘટના સામે આવી | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment