Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યમનના રાષ્ટ્રપતિ ભવન પર હુતીઓનો ઘાતક પ્રહાર:5 બેલિસ્ટિક મિસાઇલો ઝીંકી; 4નાં મોત, વડાપ્રધાન અને મંત્રીઓ અંદર હાજર હતા, માંડ માંડ બચ્યા

    8 hours ago

    યમનના અદન શહેરમાં હૂતી બળવાખોરોએ રાષ્ટ્રપતિ ભવન પર 5 બેલિસ્ટિક મિસાઇલો છોડી. હુમલા સમયે વડાપ્રધાન શાયા મોહસેન અલ-જિંદાની અને સરકારના અનેક મંત્રીઓ પરિસરમાં હાજર હતા, બધા સુરક્ષિત છે. માહિતી મંત્રાલય અનુસાર, હુમલામાં 4 લોકોનાં મોત થયાં છે, જેમાં 2 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. હૂતી બળવાખોરોએ જણાવ્યું કે તેમણે અદનમાં સાઉદી અરેબિયાના સૈન્ય અભિયાનના મુખ્યાલય પર હુમલો કર્યો. હૂતી મીડિયાએ હથિયારોના ભંડારને નિશાન બનાવવાનો દાવો પણ કર્યો છે. જોકે, આ દાવાઓની પુષ્ટિ થઈ નથી. અદન યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારની વચગાળાની રાજધાની છે. દેશમાં સરકાર અને ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સાઉદી અરેબિયાના સમર્થનથી લડી રહી છે યમનની સરકાર યમનમાં હૂતી બળવાખોરો અને સરકાર વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું સમર્થન કરે છે અને હૂતીઓ સામે લડી રહેલી સરકારી સેનાઓને હવાઈ મદદ આપે છે. બીજી તરફ, ઈરાન પર હૂતી બળવાખોરોને સમર્થન આપવાના આરોપો લગાવતા રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન પરિસર પરના હુમલાથી યમનમાં સંઘર્ષ વધુ વધવાની આશંકા છે. હૂતીઓએ કહ્યું છે કે તેમનું નિશાન સાઉદી સૈન્ય અભિયાન સાથે જોડાયેલા ઠેકાણા હતા. રિપોર્ટ- ચીનની મદદથી મિસાઇલ બનાવી રહ્યા છે હૂતી બળવાખોરો યમનના હૂતી બળવાખોરો ચીનથી મંગાવવામાં આવેલા ભાગોની મદદથી નવી બેલિસ્ટિક મિસાઇલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટનની સંસ્થા કૉન્ફ્લિક્ટ આર્મામેન્ટ રિસર્ચ (CAR) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલ મુજબ, બળવાખોરો ઈરાનમાં ડિઝાઇન કરવામાં આવેલી ખૈબર શિકન મિસાઇલ જેવી મિસાઇલ તૈયાર કરવા માગે છે, જેની મારક ક્ષમતા આશરે 1500 કિલોમીટર છે. જો હૂતી બળવાખોરો આવું હથિયાર બનાવવામાં સફળ થાય છે, તો તેઓ સાઉદી અરેબિયા ઉપરાંત ઇઝરાયલને પણ વધુ ચોકસાઈપૂર્વક નિશાન બનાવી શકે છે. 2015થી સાઉદી અને હૂતીઓ વચ્ચેની લડાઈ ચાલુ છે
    Click here to Read More
    Previous Article
    16 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મિથુન રાશિના લોકોને કરિયરમાં નવી જવાબદારીઓ મળશે, સિંહ રાશિને અણધારી સમસ્યાઓનો સામનો કરવો પડશે
    Next Article
    પાંચમા નોરતે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર:વડોદરામાં ગુજરાતી ફિલ્મ એક્ટર મિત્ર ગઢવી ગરબે ઘૂમ્યા, યુનાઈટેડ વેના ગરબામાં ખેલૈયાઓનું ઘોડાપૂર ઉમટ્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment