Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 49 મતદાન મથકોએ EVM બદલવા પડ્યા:તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60.36 ટકા તો ગોંડલ ન. પા.માં સૌથી ઓછું 48.51 ટકા મતદાન, મનપામાં 51.60, જિ. પંચાયતમાં 60.19 ટકા વોટિંગ

    11 hours ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે અહીં મહાનગરપાલિકાના 18 વોર્ડની ચૂંટણીમાં 51.60 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 15માં તો સૌથી ઓછું વોર્ડ નંબર 1 માં મતદાન થયું છે. જોકે અહીં પુરુષોની મતદાનની ટકાવારી સ્ત્રીઓની મતદાનની ટકાવારી કરતા 10% વધુ છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની 36 જિલ્લા પંચાયતની બેઠકો પર 60.19 ટકા મતદાન થયુ હતુ તો તાલુકા પંચાયતની બેઠકો પર 60.36 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગોંડલ નગરપાલિકામાં 48.51 ટકા મતદાન જ થયું હતું. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન 49 જગ્યાએ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં ખામી સર્જાતા EVM બદલવાની ફરજ પડી હતી. મત આપવામાં સ્ત્રીઓ કરતા પુરુષો આગળ, એવરેજ 10% નો વધુ મતદાન થયુ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 9,85,952 માંથી 5,08,715 મતદારોએ મતદાન કર્યું હતું જેથી કુલ મતદાન 51.60 ટકા થયુ છે. જેમાં 5,10,086 પુરુષોમાંથી 2,87,132 એ મતદાન કર્યું હતું જ્યારે 4,75,866 મહિલાઓમાંથી 2,21,583 એ મતદાન કર્યું હતું. જેમાં પુરુષોની મતદાનની ટકાવારી 56.29 ટકા તો સ્ત્રીઓની મતદાનની ટકાવારી 46.56 ટકા રહી હતી. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 15માં 68.39 ટકા તો સૌથી ઓછું વોર્ડ નંબર 1 માં 43.12 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લાની 36 જિલ્લા પંચાયતની બેઠકો પર 9,56,575 માંથી 5,75,746 મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેથી અહીં 60.19 ટકા મતદાન થયું હતું. જેમાં 5,01,433 પુરુષોમાંથી 3,26,720 એ મતદાન કર્યું હતું. જ્યારે 4,54,664 મહિલાઓમાંથી 2,49,026 એ મતદાન કર્યું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુરુષોની મતદાનની ટકાવારી 65.16 ટકા તો સ્ત્રીઓની મતદાનની ટકાવારી 54.77 ટકા રહી છે. આ ઉપરાંત રાજકોટ સહિત 11 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 9,36,594 માંથી 5,65,307 મતદાતાઓએ મતદાન કર્યું હતુ. જેથી મતદાનની ટકાવારી 60.36 ટકા થાય છે. જેમાં 4,90,928 માંથી 3,20,700 પુરુષોએ મતદાન કર્યું હતું જ્યારે 4,45,188 મહિલાઓમાંથી 2,44,607 એ મતદાન કર્યું હતું. પુરુષોની મતદાનની ટકાવારી 65.33 ટકા જ્યારે સ્ત્રીઓની મતદાનની ટકાવારી 54.94 ટકા થાય છે. જ્યારે ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર 2,3,4,5,7,8 અને 10 માં મતદાન થયું હતું. જેમાં 52,826 માંથી 25,626 મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેથી અહીં 48.51 ટકા મતદાન જ થયું છે. જેમાં 27,337 પુરુષોમાંથી 14,601 એ મતદાન કર્યું હતું તો 25,489 સ્ત્રીઓમાંથી 11,025 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. જેમાં પુરુષોની મતદાનની ટકાવારી 53.41 ટકા તો સ્ત્રીઓની મતદાનની ટકાવારી 43.25 ટકા રહી છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન 15 કંટ્રોલ યુનિટ ખરાબ થતા EVM બદલવા પડ્યા હતા. જ્યારે 36 બેલેટ યુનિટ ખરાબ થતા EVM બદલવા પડ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં 31 જગ્યાએ કંટ્રોલ યુનિટ અથવા તો બેલેટ unit મા ખામી સર્જાતા EVM બદલવા પડ્યા હતા. જ્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલમાં 3 અને ગોંડલ નગરપાલિકામાં 5 તો રાજકોટ તાલુકા, જેતપુર અને જસદણમાં 3-3 ઇવીએમ બદલવાની ફરજ પડી હતી. આ ઉપરાંત કોટડા સાંગાણીમાં એક EVM મળી કુલ 49 જગ્યાએ કંટ્રોલ યુનિટ અથવા તો બેલેટ યુનિટમાં ખામી સર્જાતા EVM બદલાવી નવા મૂકવા પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ બહેરા મૂંગા શાળાને શિક્ષણ માટે એક લાખનો ચેક:અમેરિકા સ્થિત પ્રજાપતિ પરિવારે આર્થિક સહયોગ કર્યો
    Next Article
    અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી:1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાના ભાવિનો ફેંસલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment