Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બહેરા મૂંગા શાળાને શિક્ષણ માટે એક લાખનો ચેક:અમેરિકા સ્થિત પ્રજાપતિ પરિવારે આર્થિક સહયોગ કર્યો

    12 hours ago

    પાટણ શહેરના રંગીલા હનુમાન પાસે આવેલી શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા-મૂંગા શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ કાર્ય માટે અમેરિકા સ્થિત પ્રજાપતિ પરિવારે રૂ. 1 લાખની આર્થિક સહાય અર્પણ કરી છે. આ સહયોગ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિના અમેરિકા સ્થિત પૌત્ર વંશ સિમૂલ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર અવારનવાર વિવિધ સામાજિક કાર્યોમાં ઉદાર હાથે સહયોગ આપતું રહ્યું છે. આ શાળા માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ મૂકબધિર બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અને તેમને પગભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેના કારણે સંસ્થાએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. સોમવારે આયોજિત કાર્યક્રમમાં રૂ. 1 લાખનો ચેક સંસ્થાના માનદ મંત્રી દેવેન્દ્ર સાલવી, વહીવટદાર ઉષાબેન બુચ, સહ માનદ મંત્રી કુસુમબેન ચંદારાણા અને ટ્રસ્ટના કારકૂન નવનીત મોદીને સુપરત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દામિનીબેન પ્રજાપતિ અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલક મંડળે દાતા પરિવારના આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કેજરીવાલ બોલ્યા-જસ્ટિસ સ્વર્ણકાંતા પાસેથી ન્યાયની આશા ખતમ:તેમના પુત્રને કેન્દ્ર તરફથી સૌથી વધુ કેસ મળ્યા, લીકર પોલિસી કેસમાં હાઈકોર્ટ નહીં જાઉં
    Next Article
    રાજકોટમાં 49 મતદાન મથકોએ EVM બદલવા પડ્યા:તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60.36 ટકા તો ગોંડલ ન. પા.માં સૌથી ઓછું 48.51 ટકા મતદાન, મનપામાં 51.60, જિ. પંચાયતમાં 60.19 ટકા વોટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment