Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    49 વર્ષીય હિનલ ગૌરે 'સંતુર મોમ સિઝન-2'નો ખિતાબ જીત્યો:દેશના વિવિધ રાજ્યથી આવેલી મોમને માત આપી એક દીકરાની માતાએ ક્રાઉન પોતાના નામે કર્યો

    15 hours ago

    ડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે ‘સંતુર મોમ વડોદરા સિઝન-2’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની સ્પર્ધકોને માત આપીને વડોદરાની 49 વર્ષીય હિનલ ગૌરે વિજેતા બનીને હીરાજડિત ક્રાઉન પોતાના નામે કર્યો છે. 70થી વધુ સ્પર્ધકો વચ્ચે રસાકસી આ કાર્યક્રમ અંગે માહિતી આપતા આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શનના ફાઉન્ડર અને આયોજક રાજશ્રી પાંજરોલિયા અને આદિત્યસિંહ પાંજરોલિયાએ જણાવ્યું હતું કે, સંતુર મોમની પ્રથમ સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ આયોજિત બીજી સિઝનમાં 70થી વધુ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ બ્રાઇડલ વેર અને પેઝન્ટ ગ્રાઉન એમ બે કોસ્ચ્યૂમમાં રેમ્પ વોક કરીને પોતાની દાવેદારી મજબૂત કરી હતી. નિષ્ણાંતો દ્વારા જજિંગ અને મહાનુભાવોની ઉપસ્થિતિ સ્પર્ધામાં સીએલએમ મિસિસ ઇન્ટરનેશનલ 2022 દર્શિના બારોટ અને ગુજરાત ટોપ મોડલ સિઝન-5ના ફર્સ્ટ રનર્સ અપ ખુશ્બુ ડોડીયાએ જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી અને વિજેતાના નામની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મહાનગરના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રુકમિલ શાહ, ઉન્નતિ દેસાઈ, યુનિટી વર્લ્ડ એશિયા 2025ના પ્રતિનિધિ, મોટિવેશનલ સ્પીકર પ્રેરણા કૌર, મોડલ રોમિલ પટેલ અને પોડકાસ્ટર મિહિર અધ્યારુ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માતાઓને પ્રતિભા નિખારવાનો સંદેશ ક્રાઉન જીત્યા બાદ હિનલ ગૌરે જણાવ્યું હતું કે, "પ્રત્યેક માતાએ પોતાની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે સમયાંતરે વિવિધ પ્રયોગો કરવા જ જોઈએ." તેમણે અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, સંતુર મોમ જેવી સ્પર્ધાઓ જ્યારે આયોજિત થતી હોય ત્યારે મહિલાઓએ તેમાં અવશ્ય ભાગ લેવો જોઈએ જેથી તેઓ પોતાની સાચી ક્ષમતા દુનિયા સમક્ષ પ્રદર્શિત કરી શકે.
    Click here to Read More
    Previous Article
    મતગણતરી કેન્દ્રોની 100 મીટરમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ:પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું
    Next Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી:આવતીકાલે 12 કેન્દ્રો પર થશે, તૈયારીઓ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment