Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ જિલ્લા પંચાયતની 49 બેઠકો માટે 168 ઉમેદવારો મેદાનમાં:પીપેરો બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ, ભાજપ સત્તા ટકાવવા; કોંગ્રેસ-આપ પરિવર્તન માટે લડશે ચૂંટણી જંગ

    2 days ago

    દાહોદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસ બાદ હવે ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે. જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ જાહેર થતા હવે 49 બેઠકો પર જંગ જામશે. અત્યાર સુધી દાહોદ જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. આ વખતે સત્તા ટકાવવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તો સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા પરિવર્તન માટે જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળશે. જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે વહીવટી તંત્ર પાસે કુલ 286 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન ટેકનિકલ ખામીઓ અને અન્ય કારણોસર 110 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 8 ઉમેદવારોએ મેદાન છોડ્યું હતું. આ પ્રક્રિયાના અંતે હવે 49 બેઠકો પર કુલ 168 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આ વખતની ચૂંટણીમાં ‘પીપેરો’ બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે. બીજી તરફ, ‘ચમારીયા’ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જ મેદાનમાં હોવાથી ત્યાં સીધી ટક્કર જોવા મળશે. જિલ્લાની બાકીની 48 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે પરંપરાગત વોટ બેંકમાં ગાબડાં પડવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી, જે ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે. છેલ્લા ટર્મમાં ભાજપે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે શાસન કર્યું છે. ભાજપ પોતાના વિકાસકામો અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના જોરે ફરી સત્તા મેળવવા આત્મવિશ્વાસ ધરાવે છે. જ્યારે વિપક્ષી પક્ષો સ્થાનિક પ્રશ્નો, બેરોજગારી અને પાયાની સુવિધાઓના મુદ્દે શાસક પક્ષને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને ઉમેદવારોની યાદી ફાઈનલ થઈ ગઈ છે, ત્યારે ઉમેદવારોએ ગ્રામીણ વિસ્તારોમાં જનસંપર્ક અને પ્રચાર તેજ કર્યો છે. મતદારો ફરીથી જૂના શાસકો પર ભરોસો મૂકે છે કે પરિવર્તન લાવે છે, તે તો આવનારું પરિણામ જ કહેશે. દાહોદ જીલ્લા પંચાયતની 50 બેઠક મુજબ ઉમેદવારોની યાદી:- 1-આંબા ઉષાબેન સંજયભાઇ ડામોર - AAP સીતાબેન ઇલેશભાઇ નિનામા - INC ચંપાબેન લાલુભાઇ ભાભોર - BJP 2-અભલોડ મનીષાબેન રમેશભાઇ પલાસ - BJP લીલાબેન નવલસિંહ ભાભોર - AAP રમીલાબેન લીંબાભાઇ ભુરીયા - INC 3-આગાવાડા કબુબેન ભરતભાઇ બારીયા - INC સુમિત્રાબેન ચિરાગભાઈ અમલીયાર - AAP કૈલાશબેન અર્જુનભાઈ પરમાર - BJP 4-બારા રાધાબેન ભૂપેન્દ્રસિંહ ચૌહાણ - BJP રવિનાબેન મેહુલકુમાર પટેલ - AAP હંસાબેન શૈલેશભાઇ પટેલ - INC 5-બાવકા કમલેશભાઈ નાનજીભાઈ જાદવ - INC પુનમચંદ રામસિંહભાઈ બામણીયા - AAP કાજલબેન નરેશભાઈ ડામોર - BJP 6- ભે નિલમસિંહ માનસિંહ બારીઆ - INC રમણભાઇ અબજીભાઇ બારીઆ – AAP લલીતસિંહ ચેનસિંહ બારીઆ – BJP નિતેશકુમાર અભેસિંહભાઇ ૫રમાર – BAP 7-ભોરવા નિલમબેન સુનીલભાઇ પટેલ - AAP નિર્મળાબેન ચેતનભાઇ પટેલ - BJP ઉષાબેન મંગાભાઇ તડવી - INC 8-ચૈડીયા મહેશભાઈ રતનસીંગ તડવી - BJP સોમલીબેન શૈલેષભાઇ કટારા - AAP બાબુભાઇ વિરસિંગભાઇ બીલવાળ - INC 9-ચાકલીયા કપીલાબેન મહેશભાઇ મછાર - INC પારીબેન ભરતભાઇ નીસરતા - BAP સીતાબેન સુરેશભાઇ સંગાડા - AAP રાજુલાબેન કાળુભાઇ નીસરતા - BJP 10-ચમારીયા નયનાબેન મુકેશભાઇ રાઠોડ - INC કાન્તાબેન જશુભાઇ બામણિયા - BJP 11-ચીલાકોટા કસનીબેન ભારતસિંહ તડવી - AAP રેખાબેન ખુમાનસિંહ નિનામા - BJP શકુન્તલાબેન પારસિંહ તડવી - INC 12-ધાવડીયા સુમનબેન મુકેશભાઈ ડામોર - BJP મહિમાબેન ચંદુભાઈ ભાભોર - AAP કુસુમબેન નિલેશભાઈ નિનામા - BAP પાયલબેન સમુએલભાઈ ભાભોર - INC 13-દુધીયા કેસમબેન દિનેસભાઇ ડામોર - BJP ફતીબેન રમણભાઈ ડામોર - INC લીલાબેન વિજયભાઈ ડાંગી - AAP 14-ગલાલીયાવાડ ગૌરીબેન વિજયભાઈ પરમાર - BJP પુંજાબેન ગોવિંદભાઈ ભુરિયા - AAP સુરપાળીબેન ઉદેસીંગભાઈ ભાભોર - INC પ્રિયંકાબેન ભાર્ગવકુમાર ડામોર - BAP 15-ગરબાડા ઇન્દુદેવી કિશોરસિંહ પરમાર - INC લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ - BJP રાઘિકાબેન રાહુલભાઇ ડામોર - AAP 16-ઘુઘસ વનિતાબેન પ્રતાપભાઇ પારગી - BJP મંજુલાબેન ભરતભાઇ પારગી - INC આશાબેન જગદીશભાઇ પારગી - AAP રમીલાબેન સુરેશભાઇ પારગી - BAP 17-ગુણા રેણુકાબેન યોગેશકુમાર કોળી - AAP રોશનીબેન ઘર્મેન્દ્રભાઇ પટેલ - BJP સુશીલાબેન મહેન્દ્રસિંહ ચૌહાણ - INC 18-હિરોલા રાજેન્દ્રસિંહ કાળુભાઇ બારીઆ - AAP વનિતબેન ભુરકાભાઇ સંગાડા - INC ભુપેન્દ્રભાઇ કાળુભાઇ સંગાડા - BJP 19-જાલત પ્રકાશભાઈ ખીમાભાઈ ભુરીયા - BAP સુનીલભાઈ બાબુભાઈ માવી - BJP પંકજભાઈ કિર્તનભાઈ ખરાડીયા - AAP સુરમલભાઈ રણીયાભાઈ પણદા - INC 20-કદવાલ રેખાબેન મુકેશભાઈ પરમાર - BJP મનીષાબેન સતિષકુમાર ડામોર - AAP તેજલબેન જગુભાઈ સંગાડા - INC 21-કાળીડુંગરી ઇશ્વરભાઈ પ્રતાપભાઇ વાખળા - INC અમરસિંહ રાયસિંહ પટેલ - BJP જુવાનસિંહ કાનજીભાઇ બારીઆ - AAP વિજયસિંહ મોહનસિંહ બારીઆ - IND 22-ખલતાગરબડી મીરાબેન રમેશભાઇ પરમાર - BJP સુરેશભાઇ ગુલાભાઇ ભુરીયા - IND ભરતભાઇ સોમાભાઇ ડામોર - AAP ટિવકલબેન મહેશભાઇ પસાયા - INC 23-ખંગેલા સંગીતાબેન જયેન્દ્રભાઇ બામણ - AAP હિના હાર્દિકકુમાર બામણ - INC સોનલબેન કૈલાસચંદ્ર નાયક - BJP 24-ખરોડ કમાબેન શૈલેષભાઈ નિનામા - INC લીલાબેન સચીનકુમાર નિનામા - AAP અરવિંદાબેન મતાભાઈ કિશોરી - BJP 25-ખરોદા સુમીત્રાબેન કમલસિંગ સંગાડા - AAP દિપીકાબેન સંદીપભાઈ મેડા - BJP નવલીબેન હીરાભાઈ સોઈડા - INC 26-લીમડી પ્રતાપભાઈ ભુરાભાઈ નિનામા - AAP ભાવસિંગભાઇ દલાભાઇ પારગી - INC મનિષાબેન અનિલભાઇ ભુરીયા - BJP કલ્પેશભાઇ ગવજીભાઇ ભાભોર - BAP 27-મારગાળા ગીતાબેન નરેન્દ્રભાઇ ડામોર - BJP મહેશભાઇ દીતાભાઇ મછાર - INC રાજુભાઇ રસુલભાઇ પારગી - AAP 28-મેથાણ રમણભાઈ મતાભાઈ સંગાડા - BAP નિર્મલકુમાર દલુભાઈ કિશોરી - AAP નીવેશકુમાર દલસિંહ તાવિયાડ - BJP 29-મોટી બાંડીબાર આશાબેન દશરથભાઈ ડાયરા - AAP સંગીતાબેન અશ્વિનકુમાર પટેલ - BJP લલીતાબેન દશરથભાઇ પટેલ - INC 30-મોટીખરજ ક્રીષ્નાભાઇ દેવેન્દ્રભાઇ ચારેલ - AAP સામાબેન હિમરાજભાઈ પલાસ - INC રિંકુબેન રાકેશભાઈ ભાભોર - BJP 31-મોટીરેલપુર્વ અનિલકુમાર ચીમનભાઇ બારીઆ - AAP રમેશભાઇ ખાતુભાઇ ડામોર - BJP નરેન્દ્રભાઇ જાલાભાઇ કટારા - INC અલ્કેશભાઇ મડીયાભાઇ પારગી - IND 32-નઢેલાવ ઘુળાભાઇ દિતાભાઇ ભાભોર - BSP શૈલેષભાઇ નારૂભાઇ ભાભોર - AAP ચંન્દ્રભાણસિંહ મનસુખભાઇ કટારા - INC રવિનાબેન શૈલેષભાઇ ભાભોર - BJP 33-નવાનગર દિનેશભાઇ વેસ્તાભાઇ બારીઆ - BJP મોહનસિંહ ભારતાભાઇ ભૂરિયા - AAP પંકજકુમાર કાળાભાઇ મિનામા - INC 34-નિંદકાપુર્વ અર્જુનકુમાર રાવજીભાઇ માલીવાડ - AAP ગગલભાઇ વારજીભાઇ ડામોર - INC સોનલબેન રાજેન્દ્રભાઇ મછાર - BJP 35-પાવડી પ્રતીક્ષાબેન સુરેશભાઇ પલાસ - AAP પ્રુથ્વીરાજ કનુભાઇ ડામોર - INC જોરસીંગભાઇ ચેતનભાઈ માવી - BJP 36-પેથાપુર શર્માબેન લાલુભાઈ ડામોર - AAP સપનાબેન બિપિનભાઇ કિશોરી - INC મંજુલાબેન નિલેશભાઇ હોંડા - BJP કડવીબેન વરસીંગભાઇ મુનિયા - BAP 37-પિપેરો ભારતસિંહ પ્રતાપભાઇ વાખળા - BJP- (બિનહરીફ) 38-પીપલોદ સજજનબેન વિજયકુમાર કટારા - BJP ઘોળીબેન પ્રતાપસિંહ રાઠવા - AAP રમીલાબેન બાબુભાઇ પરમાર - INC 39-રઈ ભારતભાઈ ફુલાભાઈ કેવડીયા - BJP સવજીભાઈ ફુલાભાઈ કેવડીયા - AAP શતીષભાઈ કનુભાઈ રાઠોડ - INC 40-રુવાબારી ચિરાગકુમાર અર્જુનસિંહ પટેલ - BJP નટવરસિંહ બચુભાઇ પટેલ - AAP સુશીલાબેન કાંતિભાઇ પુજારા - INC 41-સાગડાપાડા નંદાબેન રમેશભાઈ કટારા - BJP મીનાક્ષીબેન કિરણભાઇ ડોડિયાર - INC ભારતીબેન રામસિંગભાઇ ભાભોર - AAP 42-સજોઈ સુનિતાબેન શાન્તિલાલ પસાયા - INC વર્ષાબેન કમલેશભાઇ બિલવલ - AAP ગમાબેન અભેસિંગભાઇ મોહનીયા - BJP 43-સલરા શાંતાબેન મુકેશભાઇ પારગી - BJP પ્રભાબેન જયંતિભાઈ બરજોડ - INC જિજ્ઞાસા ગૌતમભાઇ પારગી - AAP પ્રિયંકાબેન વિક્રમભાઇ પારગી - BAP 44-સેવિનયા કીરીટભાઇ સર્જનસિંહ રાઠવા - BJP ઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા - INC દમયંતીબેન જશુભાઇ પટેલ - AAP રણજીતકુમાર બળવંતભાઇ બારીઆ - IND 45-સીમલીયા અનીલાબેન સુનીલભાઈ હઠીલા - BJP અલ્પેશકુમાર વાલસિંહભાઈ હઠીલા - AAP કપુરભાઇ મનાભાઇ કિશોરી - INC રમેશભાઇ કાળુભાઇ કિશોરી - IND 46-સુડીયા બારીઆ ઉષાબેન તાજસીંગભાઈ - AAP મિનષાબેન કુંજરાજભાઈ ભાભોર - BAP બારીઆ ભુરીબેન રાજસિંહ - BJP પ્રતિક્ષાબેન પ્રિન્સકુમાર નિસરતા - INC 47-ઉચવાણીયા રમણભાઇ ખીમાભાઇ ભાભોર - BJP બીન્દેશભાઈ મગનભાઈ ગુંડીયા - INC કાળીયાભાઈ દલાભાઈ રોજ - AAP અર્જુનભાઈ બાબુભાઈ મેડા - BAP 48-વગેલા મુકેશભાઈ સુકલાભાઈ ખડીયા - AAP બાબુભાઈ હરસિંગભાઈ નિસરતા - INC હવસિંગભાઈ કાળિયાભાઈ ભુરિયા - IND જયદીપસિંહ ભાવસિંહ વાઘેલા - BJP જીજ્ઞેશભાઈ સુભાષભાઈ ડામોર - BAP 49-વાલાગોટા આરતસિંહ રતનાભાઈ બારીઆ - AAP અરવિંદકુમાર બુધાભાઈ પટેલ - BJP ભાવિકાબેન ભીમસિંહ ડામોર - BAP વિજયભાઈ દિપસીંગભાઈ બારીઆ - INC 50-ઝરીબુઝર્ગ અજીતભાઈ મકનાભાઇ અમલીયાર - AAP કમલેશભાઈ દીતાભાઇ માવી - IND ભૈરૂસિંહ છગનભાઇ બારીયા - INC વિજયસિંહ ભારતસિંહ અમલીયાર - BJP
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગેસ રીફીલીંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું:તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનો વજન અચૂક કરજો નહીં તો છેતરાઈ જશો, SOG પોલીસે 2 શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યા
    Next Article
    સચિન GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ:2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, નમૂના લઈ ટેસ્ટ માટે મોકલાયા; બે યુવાનની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment