Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જેલનો ફર્લો જમ્પ આજીવન કેદનો આરોપી ઝડપાયો:SOGએ જામનગરમાંથી 'ઓપરેશન કારાવાસ-2' હેઠળ પકડ્યો

    12 hours ago

    જામનગર SOG એ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ ફરાર થયેલા આજીવન કેદના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષકની સૂચનાથી ચાલતી ખાસ ડ્રાઈવ અંતર્ગત આ સફળતા મળી છે.જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા અને જેલમાંથી પેરોલ, ફર્લો કે કેદી જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે "ઓપરેશન કારાવાસ-2" નામની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત SOG સ્ટાફ જામનગર શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, બેડી મરીન પોલીસ સ્ટેશનના પોક્સો (POCSO) એક્ટના ગુના હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી અરવિંદ બાબુભાઈ સોલંકી (રહે. પોરબંદર) ગત તા. 13-5-2026ના આદેશ અનુસાર 14 દિવસની ફર્લો રજા પર મુક્ત થયો હતો. જોકે, રજા પૂરી થયા બાદ તે જેલમાં પરત હાજર થયો ન હતો. બાતમી મુજબ, આ ફરાર આરોપી હાલ જામનગરના દિગ્વિજય પ્લોટ (દિગ્જામ) સર્કલ પાસે ઊભો હતો. SOG ના ઇન્ચાર્જ પી.આઈ. વી.બી. ચૌધરી, પી.એસ.આઈ. એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ સિંહલા, હર્ષદભાઈ ડોરીયા અને અનિરુધ્ધસિંહ ઝાલાએ તુરંત વોચ ગોઠવી આરોપી અરવિંદ સોલંકીને ત્યાંથી ઝડપી લીધો હતો.એસ.ઓ.જી. ટીમે આરોપીને હસ્તગત કરી, કાયદેસરની આગળની કાર્યવાહી માટે બેડી મરીન પોલીસ સ્ટેશન, જામનગરને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Meet Tori Penso: Record creating referee who once left career in advertising
    Next Article
    Why Shreyanka Patil’s injury creates a big hole for India in T20 World Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment