Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા માર્ગ સલામતી સમિતિની 49મી બેઠક યોજાઈ:એક્સપ્રેસ વે પર ગેરકાયદે પાર્કિંગ કરશો તો ખેર નથી, સુરતમાં જીવલેણ અકસ્માતો નિવારવા કલેક્ટરની લાલ આંખ

    2 days ago

    સુરત જિલ્લામાં હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની 49મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં નેશનલ હાઈવે-53 ઉપર વધતા જતા દબાણો અંગે ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગો પરથી દબાણ તાત્કાલિક હટાવવાની કામગીરી ઝડપી બનાવવા માટે કડક સૂચના આપી હતી. અકસ્માત નોતરતા અનધિકૃત હોર્ડિંગ્સ દૂર કરાશે માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા સુરત જિલ્લાના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર માર્જિનની જગ્યામાં મૂકવામાં આવેલા અનધિકૃત હોર્ડિંગ્સ અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. આવા ગેરકાયદે હોર્ડિંગ્સ વાહનચાલકોનું ધ્યાન ભંગ કરી અકસ્માતની શક્યતા વધારે છે તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. કલેક્ટરે આવા જોખમી હોર્ડિંગ્સની ઓળખ કરી તેની સામે સત્વરે યોગ્ય અને કડક કાર્યવાહી કરવા માટે તંત્રને તાકીદ કરી છે. એક્સપ્રેસ વે પર ગેરકાયદે પાર્કિંગ સામે કડક પગલાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે થતા જીવલેણ (ફેટલ) અકસ્માતોને રોકવા માટે કલેક્ટરે પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય પગલાં લેવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત, બારડોલી આરટીઓ દ્વારા રજૂ કરાયેલા ગત માસના અને ગત વર્ષના તુલનાત્મક અહેવાલના આધારે પલસાણા, કામરેજ, માંડવી અને ઓલપાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં અકસ્માતોની પેટર્નનો અભ્યાસ કરી જરૂરી અગમચેતીના પગલાં લેવા પણ નક્કી કરાયું હતું. બાકી વિભાગોને તાકીદે એક્શન પ્લાન બનાવવા ટકોર ગત મિટિંગમાં આપવામાં આવેલી સૂચનાઓ મુજબ, વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા મોડિફાઈડ એક્શન પ્લાનની કામગીરીનું કલેક્ટરે મૂલ્યાંકન કર્યું હતું. જે વિભાગોની કામગીરી હજુ બાકી છે તેમને તાકીદે પોતાનો એક્શન પ્લાન પૂર્ણ કરવા સ્પષ્ટ ટકોર કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ઉપરાંત આરટીઓ, એઆરટીઓ, માર્ગ અને મકાન, પોલીસ, નેશનલ હાઈવે, માહિતી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-આબુ હાઇવે પર સફરજન ભરેલો ટ્રક પલટ્યો:મલાણા પાટીયા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બે લોકોને સામાન્ય ઈજા
    Next Article
    અમરેલીના 170 વર્ષ જૂના રાજમહેલનું રિસ્ટોરેશન પૂર્ણતાના આરે:મ્યુઝિયમ-હેરિટેજ હોટલ બનશે; 6 મહિનામાં જનતા માટે ખૂલશે; સયાજીરાવ ગાયકવાડે 1892માં નિર્માણ કરાવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment