Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવમાં 4.80 લાખના એમડી ડ્રગ્સ સાથે વાવ-થરાદનો યુવક ઝડપાયો:રાજસ્થાન બાડમેરના માફિયાએ આપ્યું હતું, અમદાવાદમાં કોને આપવાનો હતો?

    11 hours ago

    અમદાવાદના ઓઢવ એસપી રિંગ રોડ બ્રિજના છેડે માધવ એસ્ટેટના ગેટ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ઉભેલા યુવકને એસઓજીની ટીમે બાતમીના આધારે રૂ. 4.80 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પુછપરછ કરતા રાજસ્થાનના બાડમેરથી ડ્રગ્સ માફિયાએ આપ્યું હતું. આ અંગે પોલીસે ફરાર આરોપી સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સના જથ્થા સહિત રૂ. 5 લાખનો મુદ્દામાલ જપ્ત શહેરમાં પેટ્રોલિંગ કરતી એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ઓઢવ એસપી રિંગ રોડ બ્રિજના છેડે આવેલા માધવ એસ્ટેટના ગેટ પાસે વાવ-થરાદ ખાતે રહેતો સચિન ઠાકોર એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ઉભો છે. બાતમીને આધારે એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી. દરમિયાન સચિન ઠાકોર મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સચિનની તલાશી લેતા તેની પાસેથી રૂ. 4.80 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત રૂ. 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજસ્થાન બાડમેરના માફિયાએ ડ્રગ્સ આપ્યું હતું આરોપીની પૂછપરછ દરમિયાન સચિન ઠાકોરે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા ઓમપ્રકાશ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ઓમપ્રકાશ સામે પણ ગુનો નોંધીને ઓમપ્રકાશ સાથે સચિનનો સંપર્ક કેવી રીતે થયો અને આ જથ્થો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના છેલ્લા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ:મહાદેવના મંદિરે બીલીપત્રો અર્પણ કરાયા, ભોલેશ્વર મંદિરે ધાર્મિક પૂજા શરૂ
    Next Article
    અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતે 15 વીઘાના ખેતરમાં ગાયો ચરાવી દીધી:દોઢ મહિનાથી વરસાદ નહીં, કપાસ-મગફળીનો પાક મુરઝાયો, ખેડૂતોની હાલત કફોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment