Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતે 15 વીઘાના ખેતરમાં ગાયો ચરાવી દીધી:દોઢ મહિનાથી વરસાદ નહીં, કપાસ-મગફળીનો પાક મુરઝાયો, ખેડૂતોની હાલત કફોડી

    11 hours ago

    અમરેલી જિલ્લામાં દોઢ મહિનાથી વરસાદ ન પડતા ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. પાણીના અભાવે કપાસ અને મગફળી સહિતના ઉભા પાક સુકાઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ઉગાડેલો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં સાવરકુંડલાના ખેડૂત મગનભાઈ ડોબરીયાએ પોતાના 15 વીઘાના ખેતરમાં ગાયોને ચરવા માટે છોડી દીધી હતી. પાક બચાવવા માટે કરેલી તેમની મહેનત નિષ્ફળ જતાં તેમણે આ નિર્ણય લીધો. ખેતરમાં ઉભા પાકને બદલે હવે પશુઓ ચરતા જોવા મળ્યા. મગનભાઈ લાલજીભાઈ ડોબરીયાએ જણાવ્યું કે, "અહીં દોઢ મહિનાથી વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી, જેના કારણે અમારો પાક સાવ બળી ગયો છે. આ મારું 15 વીઘાનું વાવેતર છે. છેવટે અમે કંટાળીને ગાયોને ચરવા માટે આપી દીધું છે. 15 વીઘાનો પાક નિષ્ફળ ગયો છે અને અમને લગભગ એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે." દોઢ મહિનાથી વરસાદ ન પડવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોએ ખેતી પાછળ કરેલો ખર્ચ પણ પાણીમાં જવાની આશંકા છે. હાલ ખેડૂતોની તમામ આશા વરસાદ પર ટકેલી છે, પરંતુ વર્તમાન સંજોગોમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જો અમરેલી જિલ્લામાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થશે અને તેમની આર્થિક સ્થિતિ ખરાબ થશે. આવનારા દિવાળી જેવા તહેવારોમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઓઢવમાં 4.80 લાખના એમડી ડ્રગ્સ સાથે વાવ-થરાદનો યુવક ઝડપાયો:રાજસ્થાન બાડમેરના માફિયાએ આપ્યું હતું, અમદાવાદમાં કોને આપવાનો હતો?
    Next Article
    સગીરે પૈસા પરત ન કરતા મિત્રએ છરીના ઘા માર્યા:વચ્ચે પડેલા મિત્રને હાથમાં 19 ટાંકા આવ્યા, અડધી રાતે વાડજ રામાપીરના ટેકરા પાસે બોલાવી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment