Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના છેલ્લા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ:મહાદેવના મંદિરે બીલીપત્રો અર્પણ કરાયા, ભોલેશ્વર મંદિરે ધાર્મિક પૂજા શરૂ

    12 hours ago

    શ્રાવણ મહિનાના ચોથા અને છેલ્લા સોમવારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. વહેલી સવારથી જ વિવિધ શિવમંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક કર્યો અને કમળ-બીલીપત્રો ચડાવી ભગવાન શિવની પૂજા કરી. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિર અને સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. શ્રાવણના છેલ્લા સોમવારે આખો દિવસ ભક્તો પરિવાર સાથે મંદિરોમાં જઈ શિવજીની પૂજા કરી રહ્યા છે. ઝરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન એક ખાસ પરંપરા મુજબ દરરોજ સવારે 4 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મંદિરના બ્રાહ્મણો ભગવાન શિવજીને બીલીપત્રો ચડાવે છે. સાંજના સમયે આ બીલીપત્રોથી શિવજીનો ખાસ શણગાર કરવામાં આવે છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. મંદિર પરિસરમાં ભક્તો માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વર પૂજા પણ કરી રહ્યા છે. બીજી તરફ, શ્રાવણના બીજા સોમવારે ભોલેશ્વર મહાદેવ મંદિરે તેરસનો હવન અને બ્રાહ્મણો દ્વારા યજમાનોની ગ્રહપૂજા સહિતની ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે હિંમતનગર શહેર અને આસપાસના શિવમંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં આકાશમાં ઉડી રહેલા વિમાનમાં મુસાફર થયો બેકાબુ:બૂમો પાડવા લાગ્યો, મારપીટ- હોબાળો કરી રહ્યો હતો, ફ્લાઇટમાં ટેપથી બાંધ્યો; વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
    Next Article
    ઓઢવમાં 4.80 લાખના એમડી ડ્રગ્સ સાથે વાવ-થરાદનો યુવક ઝડપાયો:રાજસ્થાન બાડમેરના માફિયાએ આપ્યું હતું, અમદાવાદમાં કોને આપવાનો હતો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment